સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય, સોનિયા-રાહુલ પણ જામીન પર છે: મોદી

April 20, 2019 at 10:20 am


આતંકવાદના મામલામાં આરોપી રહી ચૂકેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભોપાલથી લોકસભાની ટિકિટ આપવાને લઈને ભાજપ ઉપર સવાલો ઉઠવાનું શ થઈ ચૂક્યું છે. સાધ્વીની ઉમેદવારીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. મોદીએ સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપવાની વાતને યોગ્ય ઠેરવતાં કહ્યું કે રાહલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જામીન ઉપર બહાર છે.

મોદીએ અંગ્રેજી ન્યુઝ ચેનલ ટાઈમ્સ નાઉને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેમણે 1984ના શિખ રમખાણો, સમજૌતા બ્લાસ્ટથી લઈને જસ્ટિસ લોયાના મોત સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. મોદીએ કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી ભાજપના ઉમેદવાર બનાવવા એ લોકો માટે સાંકેતિક ઉત્તર છે જે હિન્દુ સંસ્કૃતિને આતંકવાદી કહી રહ્યા છે.

મોદીનું નિવેદન એવા દિવસે આવ્યું છે જ્યારે પ્રજ્ઞા ઠાકુરે એવું કહીને વિવાદ પેદા કરી દીધો હતો કે 26/11 મુંબઈ હમલામાં આઈપીએસ ઓફિસર હેમંત કરકરેનુંમોત એટલા માટે થયું હતું કેમ કે તેમણે કરકરેને શ્રાપ આપેલો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વિરોધ કર્યો છે. આ પછી તેમણે નિવેદન પાછું ખેંચી લીધું હતું.મોદીએ કહ્યું વિવાદ કોંગ્રેસની મોડેસ ઓપરેન્ડીનો હિસ્સો છે. સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટનો ચુકાદો આવી ગયો છે અને તેમાં શું નીકળ્યું તે સૌ જાણે છે.

Comments

comments