સાધ્વી પ્રજ્ઞા ઠાકુુરનું વિવાદાસ્પદ નિવેદન: બાબરી મસ્જીદ તોડવામાં ભાગ લીધો હતો

April 21, 2019 at 12:31 pm


ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તાજેતરમાં જ ૨૬૧૧ મુંબઇ હત્પમલાનો ઉલ્લેખ કર્યેા તે દરમ્યાન મુંબઇના તત્કાલીન એટીએસ ચીફ હેમતં કરકરે પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમણે કરકરેને કહ્યું હતું કે તમાં સર્વનાથ થશે. ત્યારબાદ પ્રજ્ઞાની ટિપ્પણી પર ખૂબ વિવાદ થયો. આ વિવાદ હજુ ઠંડો પણ પડો નથી કે સાધ્વી પ્રજ્ઞાએ હવે બીજું એક વિવાદાસ્પદ નિવદન આપીને વિવાદનો મધપૂડો છંછેડો છે.

સાધ્વી એ હવે કહ્યું છે કે તેઓ માત્ર બાબરી મસ્જિદની ઉપર ચઢા જ નહોતા પરંતુ તેને તોડવામાં પણ મદદ કરી હતી. ચૂંટણી પંચે પણ તરત એકશન લેતા સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે નોટિસ ફટકારી. એટલું જ નહીં મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર લી એલ કાંતા રાવ એ ચેતવણી આપતા તમામ રાજકીય પક્ષોને એક સલાહ પણ રજૂ કરી. તેમણે કહ્યું કે વારંવાર ચૂંટણી અને આચાર સંહિતાનો ઉપયોગ અનો ઉપયોગના મોડલ કોડનું ઉલ્લંઘન અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવાના લીધે મોટી કાર્યવાહી થઇ શકે છે.

સાધ્વી પ્રજ્ઞાએ શનિવારના રોજ ભોપાલમાં કેમ્પેઇન દરમ્યાન એક ટીવી ચેનલ પર બાબરી મસ્જિદને લઇ આ ટિપ્પણી કરી અને તેના લીધે એક વખત ફરીથી મસ્જિદ વિધ્વંસની ઘટના રાજકીય ગલિયારામાં તાજી થઇ ગઇ છે. ટીવી ચેનલને સાધ્વી પ્રજ્ઞા એ કહ્યું હતું કે રામ મંદિર ચોક્કસ બનાવાશે. આ એક ભવ્ય મંદિર હશે. આ પૂછવા પર કે શું તેઓ રામ મંદિર બનાવા માટેની સમય મર્યાદા જણાવી શકે છે, તો પ્રજ્ઞાએ કહ્યું કે અમે મંદિરનું નિર્માણ કરીશું. આખરે અમે ઢાંચા (બાબરી મસ્જિદ)ને ધ્વસ્ત કરવા માટે તો ગયા હતા.

સાધ્વી પ્રજ્ઞાએ બાબરી મસ્જિદમાં પોતાની અગત્યની ભૂમિકા પર પણ પ્રકાશ પાડતા કહ્યું કે મેં ઢાંચા પર ચઢીને તોડયો હતો. મને ગર્વ છે કે ઇશ્વરે મને એ તક અને શકિત આપી અને મેં આ કામ કરી દીધું. હવે તેઓ રામ મંદિર બનાવશે.

રાજકીય પાર્ટીઓ માટે એડવાઇઝરી રજૂ
સાધ્વીના આ નિવેદન બાદ ગણતરીના કલાકોની અંદર જ ચૂંટણી પંચે નોટિસ ફટકારી. નોટિસ અપાતા પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ માટે એક એડવાઇઝરી પણ રજૂ કરાઇ હતી. તેમાં કહ્યું હતું કે એકબીજાના પ્રત્યે જે ઢગલાબધં ફરિયાદો મળી રહી છે તે સ્પષ્ટ્ર ઇશારો કરી રહ્યું છે કે નેતા ભડકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યાં છે. તેનાથી સમાજમાં નફરત અને અસંગતિ ફેલાય શકે છે.

Comments

comments