સાનિયા નેહવાલની બાયોપીકમાં નજરે પડશે શ્રધ્ધા કપૂર

February 1, 2018 at 4:35 pm


બાૅલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એક પછી એક ફિલ્મો કરી રહી છે. રાજકુમાર રાવ સાથેની હાૅરર કાૅમેડી ફિલ્મ ‘સ્ટ્રી’નું પહેલા બાગનું શૂટિંગ ખતમ થઇ ચૂક્યું છે. હાલમાં તો શ્રદ્ધાના બંને હાથમાં લાડુ છે. શાહિદ કપૂરની ‘બત્તી ગુલ, મીટર ચાલુ’નું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે ‘શાહો’ ફિલ્મમાં કામ કરી રહી છે, સાયના નહેવાલના જીવન પર બની રહેલી બાયોપિકમાં પણ શ્રદ્ધા સાયનાનું પાત્ર ભજવશે. સાયના પર બનતી બાયોપિકને લઇને હાલમાં દર્શકોમાં મૂંઝવણ પેદા કરી છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ આ ફિલ્મ વિશે ટ્વીટ કર્યું હતું કે ફિલ્મના શૂટિંગ શેડéુલને પાછળ ધકેલવામાં આવ્યું છે, પણ આ જ ફિલ્મનું દિગ્દર્શન કરી રહેલા અમોલ ગુપ્તાનું કહેવું છે કે ફિલ્મનું પહેલા ભાગનું શૂટિંગ નિશ્ચિત કરેલા શેડéુલ પ્રમાણે ટૂંક સમયમાં સાયનાના હોમટાઉન હૈદરાબાદમાં થશે. દિગ્દર્શકને અનુસાર જેવું ફિલ્મનું શૂટિંગ શરૂ થશે તરત જ શ્રદ્ધાના લૂકને જાહેર કરવામાં આવશે. લો બોલો, હવે કોની વાત પર વિશ્વાસ કરવો અને કોની વાત પર નહી! દર્શકોને મૂંઝવણમાં નાખનારી શ્રદ્ધા તેના ચાહકો સાથે ગમ્મત કરી રહી હતી. અગાઉ શ્રદ્ધા કપૂરે દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના જીવનને ફિલ્મી પડદે ઉતારી હતી. જોકે, શ્રદ્ધાનો હસીનાવાળો અંદાજ દર્શકોને ખાસ પસંદ નહોતો આવ્યો તેથી ફિલ્મને સારો પ્રતિસાદ નહોતો મળ્યો. એક બાયોપિક નિષ્ફળ ગયાં બાદ સાયના નહેવાલ બનીને શ્રદ્ધા દર્શકોને મનોરંજન પૂરું પાડી શકશે કે નહી એ એક અગત્યનો પ્રïન છે. સાયનાના પાત્રમાં ઢળવા માટે શ્રદ્ધા કમરતોડ મહેનત કરી રહી છે. થાેડા સમય પહેલા તે હૈદરાબાદ સાયનાના ગુરુ ને કોચ ફºલેલા ગોપિચંદની બેડમિંટન એકેડેમીમાં બેડમિંટનની તાલીમ લેવા ગઇ હતી. બે વર્ષ પહેલા જ આ ફિલ્મ માટે પોતાને સક્ષમ બનાવી રહેલી શ્રદ્ધા સાયના સાથે વધુમાં વધુ સમય વિતાવી રહી છે જેથી ફિલ્મી પડદે તેના પાત્રમાં સાયનાને જ કોઇ કમી ન વતાર્ય!

Comments

comments

VOTING POLL