સાપેડા નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

May 24, 2019 at 9:01 am


સાપેડા નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યÂક્તઓને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની મળતી વિગતો મુજબ સાપેડા નજીક સાંજના અરસામાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલક કિશોર દેવજીભાઈ નામીચા (ઉ.વ. ૪૦) (રહે. પાટણ)ને ગંભીર રીતે ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના પત્ની અને પુત્રને પણ ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Comments

comments

VOTING POLL