સામખિયાળી નજીક વીજ શોક લાગતાં ડમ્પર ચાલકનું મોત

June 12, 2019 at 9:15 am


સુરજબારી ટોલ નાકા પાસે સર્જાયેલા અકસ્માતમાં વીજ શોક લાગતાં ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ અંગે સામખિયાળી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ સુરજબારી ટોલ નાકા પાસે સામખિયાળી મોરબી હાઈવે પર ડમ્પર ચાલક સોપાનભાઈ રવજીભાઈ દાફડા (ઉ.વ. ૩૦) રહે. સંઘડ તા. અંજાર) પોતાના ડમ્પરમાં તાલપત્રી બાંધવા જતાં હતા ત્યારે બાજુમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી શોક લાગતાં અથવા તો નીચે પડી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું લાકડીયા સીએચસીના ડો. એસ.કુમારએ જાહેર કરતાં સામખિયાળી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL