સાવરકુંડલામાં ૧૨ બોટલ દારૂ સાથે એક શખસ ઝડપાયો એક ફરાર

May 25, 2019 at 11:20 am


સાવરકુંડલા તાલુકાના વંડા ગામે બીલખીયા કોલેજ પાસે શેલણા રોડ ઉપર મોટરસાઇકલમાં દારૂ છે એવી ચોકકસ બાતમીના અધારે વંડા પોલીસે મોટરસાઇકલ ચેક કરતા વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે બાઇક ચાલકને ઝડપી લીધો હતો સાથે રહેલો બીજો શખસ ભાગી છુટયો હતો. જેમાં જનકભાઇ ચીમનભાઇ પોપટાણી (ઉ.વ.૪૦) ધંધો.મજુરી, રહે.સાવરકુંડલા જેસર રોડ શ્રધ્ધા સોસાયટી તથા પિયુષભાઇ કિશોરભાઇ ગાંધી રહે.સાવરકુંડલાનો સમાવેશ થાય છે.
આ બનાવની હકીકત પ્રમાણે આ બન્ને શખસો હીરો હોન્ડા પેશન પ્રો કંપનીનું રજી નં.જીજે–૧૪એસ–૩૮૦૩ની ઉપર ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતની ઈંગ્લીશ દારૂની ૭૫૦ એમએલની રીંગપેક બોટલો નગં કીં.રૂા.૭૦૨૦ તથા મો.સા.ની કિ.૨૦,૦૦૦– મળી કુલ કિ.રૂા.૨૭૦૨૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન આરોપી નં.૧ પકડાઇ ગયો હતો તથા આરોપી નં.૨ પિયુષભાઇ કિશોરભાઇ ગાંધી રહે સાવરકુંડલાવાળો નાસી જઇ ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે વંડા પોલીસ સ્ટેશનમાં દારૂ બાબતે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે

Comments

comments

VOTING POLL