સાવરકુંડલા-લીલીયાના રસ્તાઆે તથા રીસફેિન્સંગના કામો મંજૂર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

February 12, 2019 at 11:51 am


સાવરકુંડલા-લીલીયા તાલુકાના સતત સqક્રય ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે પોતાના મત વિસ્તારમાં આવતા ક્રાકંચ-ભોરીગડા રોડ રકમ 194 લાખ, થાેરડી-ભંડારિયા ભાક્ષી રોડ રકમ 160 લાખ, મેકડા-ઇંગોરાળા રોડ રકમ 160 લાખ, નાના ભમોદ્રા-સીમરણ રોડ રકમ 160 લાખ, ધોબા-ઠાંસા રોડ રકમ 115 લાખ, ખડસલી એપ્રાેચ રોડ રકમ 60 લાખ, ડેડકડી એપ્રાેચ રોડ રકમ 55 લાખ જોબ નંબર ફાળવવા લેખિત રજૂઆત કરેલ હતી.
જયારે રીફેસિંગ રોડમાં આંબરડી-દોલતી રોડ રકમ 96 લાખ, મઢડા-જાંબુડા રોડ રકમ 50 લાખ, જાંબુડા-વીજપડી રોડ રકમ 36 લાખ, દેતડ-ડોલતી રોડ રકમ 36 લાખ, ઘનશ્યામનગર-રાયડી રોડ રકમ 60 લાખ, ફીફાદ,ધોબા,પીપરડી રોડ રકમ 84 લાખ તેમજ નોન પ્લાન રસ્તાઆેમાં નાના ભમોદ્રા ખડકાળા રોડ રકમ 70 લાખ, મોટા ઝીઝુડા ખોડિયારપરા રોકડ રકમ 44 લાખ માટે રજૂઆત કરી હતી.
આ રોડ ઘણા સમયથી જર્જરિત હોય રાહદારીઆેને હેરાન પરેશાન થતા હોય જેથી આ વિસ્તારના ગ્રામજનો તરફથી અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ હતી જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના નોન પ્લાન, સાત વર્ષ અને દસ વર્ષથી જૂના રોડ છે તેથી તે રોડને રીસરફેસિંગ કરવાની માગણી હોય જે માગણીને ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે ગંભીરતાથી લઇ નાયબ મુખ્ય મંત્રી અને કાર્યપાલક ઇજનેર પંચાયતને તાત્કાલિક જોબ નંબર ફાળવવા રજૂઆત કરેલ હતી તે રજૂઆત રંગ લાવેલ અને આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

Comments

comments

VOTING POLL