સાવરકુંડલા શહેરમાં સફાઈ અને ગંદકી દૂર કરવામાં તંત્ર નિષ્ફળઃ લોકોમાં રોષ

August 30, 2018 at 11:07 am


સાવરકુંડલા શહેરમાં ગંદકી અને કચરાના ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. પાલિકાના વાંકે ધારી પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ગંદકીના ગંજ ખડકાયા છે. સાવરકુંડલાના ભુવારોડ, શોરાવાડી, મફતીયાપરા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. આટલું જ નહી ભુવારોડ પર ભૂગર્ભ ગટરના પાઈપ તૂટી ગયેલ હોવાથી ત્યા ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે. જેના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. છતા પાલિકાના સાશકોના પેટનું પાણી પણ હલતું નથી અને બે માસથી પાલિકાનું સાશન સંભાળ્યું છતાં શહેરમાં સ્વચ્છતા બાબતે એકપણ પગલું લેવાયું નથી અને પાલિકાના સત્તાધિશો પાલિકાની તીજોરી કેમ સ્વચ્છ થાય તેમાજ રચયા પચ્યા રહે છે. હવે આ જાડી ચામડી ધારી સત્તાધિશો શહેરમાં સફાઈ બાબતે ધ્યાન દઈ ઘટતું કરે નહી તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત મેળવવા મુશ્કેલ બને તેવું ચર્ચાઈ રહ્યું છે.

Comments

comments

VOTING POLL