સિંધુ જળસંધિ પર ભારત-પાકિસ્તાન વચ્ચે લાહોરમાં બેઠક શરૂ

August 30, 2018 at 10:36 am


ભારત અને પાકિસ્તાને લાહોરમાં સિંધુ જળસંધિના વિવિધ મુદ્દે મહત્ત્વની ચર્ચા શરૂ કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન દ્વારા કાર્યભાર સંભાળ્યા બાદ આ પહેલી દ્વિપક્ષીય વાતચીત છે.

આ બે દિવસીય વાતચીતનો પહેલો દોર અહી નેશનલ એન્જિનિયરિગ સવિર્સીસ પાકિસ્તાનમાં શરૂ થયો છે. ભારત અને પાકિસ્તાનના જળ કમિશનરોને દર વર્ષે બે વખત આ પ્રકારની મુલાકાત કરવાની હોય છે. સાથોસાથ પરિયોજનાઆેના સ્થળો અને મહત્ત્વપૂર્ણ નદીના મુખ્ય કાર્યો માટે યાત્રાઆેની વ્યવસ્થા કરવાની હોય છે.

હાલની વાતચીતમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ જળ કમિશનર પી.કે.સક્સેનાની આગેવાનીમાં ભારતીય જળ આયોગનું એક પ્રતિનિધિમંડળ કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન તરફથી તેના જળ કમિશનર સૈયદ મેહરઅલી શાહના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યા છે. વાતચીત દરમિયાન બન્ને દેશ પોતાનો રિપોર્ટ મુકી શકે છે.

ભારત-પાક. સ્થાયી સિંધુ પંચની પાછલી વાતચીત માર્ચમાં દિલ્હીમાં થઈ હતી. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે તેની પરિયોજનાઆે સિંધુ જળસંધિનું ક્યાંય પણ ઉંંઘન કરતી નથી. ઉરી આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર દબાણ વધારવા માટે આ સંધિના ઉપયોગનો સંકેત આપ્યો હતો.

Comments

comments

VOTING POLL