સિકકીમની હોટેલોમાં પણ ઈ-બુકિંગ બંધ

January 18, 2019 at 11:14 am


હાલમાં હોટેલો અને આેનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર્સ (આેટીએ) વચ્ચે સમગ્ર દેશમાં ચાલતા સંઘર્ષના લીધે સિકકીમમાં ગુરૂવારે હોટેલ્સે જણાવ્યું હતું કે, તેઆે 16 જાન્યુઆરીથી રાજ્યમાં ગોસાઈબિબો અને મેકમાયટ્રિપના બૂકિંગ નહી લે. સિકકીમ હોટેલ્સ એન્ડ રેસ્ટોરા એસોસિએશન (એસએચઆરએ)એ ગંગટોક ખાતે યોજાયેલી બેઠકમાં નકકી કર્યું હતું કે, આેટાની ઈન્વેન્ટરીને અચોકકસ મુØત સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણયનો અમલ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. એમ જણાવતાં એસએચઆરએની સભ્ય હોટેલ્સે જણાવ્યું હતું કે, આેટીએ સાથેના કોન્ટ્રાકટનો અંત આણશે. અમે ફેડરેશન આેફ હોટલ એન્ડ રેસ્ટોરા એસોસિએશન આેફ ઈન્ડિયા (એફએચઆરએઆઈ)ની સાથે છીએ, જેણે આેટીએની આયોગ્ય અને ભદભાવપૂર્ણ ધંધાકીય કાર્યપ્રણાલીઆે સામે બધાને એક કર્યા છે, એમ એસએચઆરએના પ્રમુખ પમા લામટાએ જણાવ્યું હતું. આ સિવાય બીજાં કેટલાકં હોટલ એસોસિએશનોએ આરોપ મૂકયો છે કે આેટીએ વધુ પડતું કમિશન વસૂલે છે, તેની હિસાબી કાર્યપ્રણાલી અયોગ્ય છે અને તે હોટેલિયરો માટે ડિસ્કાઉન્ટેડ ભાવ સેટ કરે છે.

Comments

comments

VOTING POLL