સિક્કિમમાં વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર, 300 પ્રવાસીઓ ફસાયા

June 19, 2019 at 11:35 am


હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો 250થી 300 ટૂરિસ્ટ ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્કાયમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે સિક્કિમના ગંગટોક તથા ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ પડ્યો છે. ઉત્તર આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. તો વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભેખડ ધસવાથી લઇને રોડ બેસી જવાની અનેક ઘટનાઓ નોંધાઇ છે. રસ્તો બ્લોક થઇ જતા અંદાજે 300 જેટલા મુસાફરો ફસાયા છે, જેઓને લાચેન પોલીસ મદદ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

એજન્સીના રિપોર્ટ પ્રમાણે આંધ્રપ્રદેશના તેલંગણા અને તામિલનાડુંમાં પણ ભારે વરસાદની આગાહી છે. કેરળના પશ્ચિમી તટીય ભાગ સહિત કણર્ટિક, ગોવા અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

Comments

comments

VOTING POLL