સિટિઝનશીપ બિલને પણ કેબિનેટે લીલીઝંડી આપી

December 4, 2019 at 8:24 pm


Spread the love

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે સિટીઝનશીપ બિલને લીલીઝંડી આપવામાં આવી હતી. તેને હવે ટૂંકમાં જ સંસદમાં રજૂ કરાશે. બીજી બાજુ ડેટા પ્રાેટેક્શન બિલને પમ મંજુરી અપાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં બીજા 10 વર્ષ માટે એસસી અને એસટી રિઝવેૅશનને પણ લીલીઝંડી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં અન્ય નિર્ણય પણ લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે કેબિનેટે ડેટા પ્રાેટેક્શન બિલને પણ મંજુરી આપી દીધી છે. આની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. આની સાથે જ હવે સંસદમાં તેને રજૂ કરવામાં આવી શકે છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટમાં આને મંજુરી આપવામાં આવી છે. આની સાથે જ શિયાળુ સત્રમાં આને રજૂ કરી શકાશે. ડેટા પ્રાેટેક્શન કઇ રીતે થશે તે વિષય ઉપર આમા મહત્વ આપવામાં આવ્યું છે. આના પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે સિટિઝનશીપ બિલને મંજુરી આપવામાં આવી હતી. કેબિનેટે આને મંજુરી આÃયા બાદ આ બિલ સંસદમાં ટૂંકમાં જ રજૂ કરાશે. કેબિનેટે આજે ડ્રાફ્ટ લોને મંજુરી આપી દીધી હતી જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનમાંથી બિન મુÂસ્લમ શરણાથીૅઆેને નાગરિકતા આપવાની માંગ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સરકારે દરેક વ્યક્તિના હિતાેની નાેંધ લીધી છે. લોકસભામાં આ ડ્રાફ્ટ બિલ પાસ થઇ જાય તેમ માનવામાં આવે છે. કારણ કે ભાજપ બહુમતિ ધરાવે છે પરંતુ રાજ્યસભામાં મુશ્કેલી નડી શકે છે. જો કે, બીજેડી, ટીઆરએસ, વાયએસઆર કાેંગ્રેસનાે ટેકો મળી શકે છે. સરકાર આગામી બે દિવસમાં આ બિલને રજૂ કરવાની યોજના ધરાવે છે. કાેંગ્રેસ, ટીએમસી જેવા પક્ષો દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવી ચુક્યો છે. સિટિઝનશીપ બિલને લઇને ભારે હોબાળો રહ્યાાે છે. મોદી સરકારે ગયા વષેૅ અગાઉની અવધિમાં સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું. લોકસભામાં બિલ પાસ પણ થયું હતું પરંતુ રાજ્યસભામાં અડચણો ઉભી થઇ હતી. હવે આ વખતે તેને સમસ્યા નડે તેવી શક્યતા આેછી દેખાઈ રહી છે. એસસી-એસટી રિઝવેૅશનને મંજુરી આપવામાં આવી છે. લોકસભા અને વિધાનસભામાં આ કેટેગરી માટે રિઝવેૅશનની અવધિ 25મી જાન્યુઆરી 2020ના દિવસે પૂર્ણ થઇ રહી છે. આ સત્રમાં જ રિઝવેૅશનને લંબાવવા સરકાર બિલ લાવશે.