સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ રોમેન્ટિક અંદાજમાં, વિડિયો વાયરલ….

November 27, 2019 at 10:26 am


Spread the love

બિગબોસ ૧૩માં સતત સ્પર્ધકો વચ્ચે બઘડાટી બોલતી હોય છે. પણ તમને જણાવી દઈએ કે આ સપ્તાહની શરૂઆત રોમાન્સ સાથે કરવામાં આવી છે અને રોમાન્સ પણ એવા બે સદસ્યોની વચ્ચે થશે જે એક-બીજાના કટ્ટર દુશ્મન છે. અપકમિંગ એપિસોડમાં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ અને રશ્મિ વચ્ચે શોના શરૂઆતથી જ દરેક વાતમાં નાના મોટા ઝઘડા થતાં રહ્યાં છે. એવામાં બંનેના રોમેન્ટિક વિડિયો વાઇરલ થતાં દર્શકો પણ હેરાન થયા છે. નાની નાની વાતે ઝઘડા જોવા મળ્યા હતા. બંનેના ઘણાં ઝઘડા થયા હતા, જેમાં ઘરવાળા પણ હેરાન થયા હતા. આ વીડિયોમાં બંને પુલમાં રોમાન્સ કરતાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં આવતાં પહેલા સિદ્ધાર્થ અને રશ્મિ એક ટીવી સીરિયલ ‘દિલ સે દિલ તક’માં કામ કરી ચૂક્યા છે. તે સીરિયલમાં બંને પતિ-પત્નીની ભૂમિકા નીભાવી રહ્યા હતા. આ સીરિયલમાં બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ઘણી સારી હતી. ત્યારે હવે બિગ બોસના ઘરમાં આજે બંનેની આ કેમેસ્ટ્રી જોવા મળશે.