‘સિયા કે રામ’માં હનુમાનજીનો રોલ નિભાવનાર દાનિશ કૈફીએ કર્યા નિકાહ

February 6, 2018 at 11:37 am


ટીવી પરદાની જાણીતી સિરીયલ ‘સિયા કે રામ’માં હનુમાનજીનો રોલ નિભાવનારા અભિનેતા દાનિશ અખ્તર કૈફીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નિકાહ કરી લીધા છે. દાનીશ એક રેસલર પણ છે. તેણે ૨૬મી જાન્યુઆરીના રોજ ગર્લફ્રેન્ડ નાદીયા શેખ સાથે શાદી કરી હતી. પોતાની એક તસ્વીર તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. દાનિશે કહ્યું હતું કે હું અને નાદીયા છેલ્લા બે વર્ષથી એક બીજા સાથે સંપર્કમાં હતાં. એક જીમમાં મારી મુલાકાત નાદીયા સાથે થઇ હતી. દોસ્તી કયારે પ્રેમમાં પરિણમી એ ખબ જ ન રહી. દાનિશે હનુમાનજીના રોલ બાબતે કહ્યું હતું કે નિર્દેશક રામ નિખિલ સિન્હાએ મને રેસલિંગ કરતાં જોયો હતો અને ટીવી શો ઓફર કર્યો હતો. હું જીમમાં રોજ છ કલાક વર્કઆઉટ કરુ છું. હનુમાનજીના પાત્ર માટે તૈયાર થવામાં રોજ ત્રણ કલાકનો સમય લાગતો હતો.

Comments

comments

VOTING POLL