સિરીયલ ‘કસોટી જિંદગી કી ૨’ ના હાઈ વોલ્ટેજ ડ્રામામાં જોવા મળશે ન્યુ ટ્વિસ્ટ

July 17, 2019 at 10:58 am


Spread the love

સીરિયલ ‘કસોટી જિંદગી કી 2’ માં ઉચ્ચ વોલ્ટેજનો ડ્રામા જોવા મળશે. ઋષભ બજાજ એટલે કે કરણ સિંઘ ગ્ર્રોવર અને પ્રેરણા શર્મા એટલે કે એરિકા ફર્નાન્ડીઝના લગ્ન પછી અનુરાગ બસુ એટલે કે પાર્થ સંથાન નવા રોલમાં જોવા મળશે. 17 જુલાઇના રોજ સ્વિટ્ઝરલેન્ડ સ્પેશિયલ એપિસોડ બતાવવામાં આવશે, જેમાં અનુરાગનો ગુસ્સો સ્પષ્ટપણે જોવામાં આવશે.

સીરિયલમાં અત્યાર સુધી તમે જોયું છે કે બજાજ અને પ્રેરણાના લગ્ન થઇ ચુક્યા છે. પ્રેરણા બજાજના ઘરમાં પ્રવેશ પણ કરી ચુકી છે. તો બીજી બાજુ પ્રેરણાના પ્રેમમાં પાગલ અનુરાગ બાસુ કે જે પ્રેરણાને શોધતા મંદિર સુધી જતા રસ્તામાં તેણે અકસ્માત નડે છે. બાદમાં બેભાન થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જ્યાં પરિવારને એકસીડન્ટની ખબર મળતા જ તેઓ હોસ્પિટલ દોડી જાય છે. ત્યારે અનુરાગ તેના પરિવારને કહે છે કે પ્રેરણાએ બજાજ સાથે લગ્ન કરી લીધા છે. આ સાંભળીને દરેકના હોશ ઉડી જાય છે. તો માતા મોહિની બાસુ તો પ્રેરણાના ઘરે પહોંચી જાય છે અને તેની માતા વીણાને ખૂબ જ સંભળાવે છે. વધુમાં તે પ્રેરણાને શ્રાપ આપતા કહે છે કે જેમ મારા દીકરાનું દિલ તૂટ્યું છે તે જ રીતે પ્રેરણાનું પણ દિલ પણ તૂટી જશે.

આગામી એપિસોડમાં તમે જોશો કે વીણા પ્રેરણાને મળવા બજાજના ઘરે જાય છે, જ્યાં તેના નોકરો કહે છે કે બંને હનીમૂન માટે સ્વિત્ઝરલેન્ડ ગયા છે. ત્યારબાદ શોમાં પ્રેમની નવી તકરાર જોવા મળશે.

સ્ટાર પ્લસે સોશિયલ મીડિયા પર સીરીયલનો ધમાકેદાર પ્રોમો શેર કર્યો છે. જેમાં બતાવવામાં આવે છે કે પ્રેમ, વિવાદ અને નવી અજમાયશ શરૂ થઈ રહી છે. પ્રેરણાને મેળવવા માટે અનુરાગ સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચી જાય છે. તે પ્રેરણાને કહે છે કે જે કંઇ પણ થાય પણ તને મેળવીને જ રહીશ.

આ સાથે શોમાં નવું ટ્વિસ્ટ આવવાનું છે કારણ કે અનુરાગનું આ જુનુન જોઈને પ્રેરણા પણ હેરાન થઇ જાય છે. પ્રોમોમાં બતાવવામાં આવે છે કે એકબીજાને ઘણો પ્રેમ કરવાવાળા અનુરાગ અને પ્રેરણાની વચ્ચે તકરાર પણ થાય છે. આ જોયા પછી ચાહકોના ઉત્સાહમાં વધારો થયો છે. લોકો જાણવા માંગે છે કે અનુરાગ ફરીથી પ્રેરણાને મેળવી શકશે ? કે પછી પ્રેરણા માટે બજાજના દિલમાં પ્રેમ જાગશે.. તે તો આવનાર સમય જ કહેશે …