સિવિલ હોસ્પિટલની સિકયુરિટીની આેફિસમાં મોડીરાત્રે બઘડાટીઃ લોકોના ટોળાં ઉમટયા

September 12, 2018 at 3:35 pm


હંમેશા વિવાદમાં ફસાયેલી સિવિલ હોસ્પિટલની સિકયુરીટીની આેફિસમાં બે દિવસ પહેલા મોડીરાત્રીના મહિલા અને પુરૂષ સિકયુરીટી વચ્ચે બઘડાટી થતાં દદ}આે અને તેના સગાવહાલાઆેના ટોળા ઉમટી પડયા હતા. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે. મહિલા સિકયુરીટી સુપરવાઈઝરની બેન 10 દિવસની રજા પર હોય તે અંગે સિકયુરીટીના ઈન્ચાર્જે પુછતા મહિલા સુપરવાઈઝર અને ઈન્ચાર્જ વચ્ચે બઘડાટી થતાં મામલો ઉગ્ર બની ગયો હતો. બનાવની જાણ થતાં સિકયુરીટી ઈન્ચાર્જ મોડીરાત્રીના દોડી આવ્યા હતા. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં થયેલા મોટા ડખ્ખામાં પોલીસ પણ ઉંઘતી રહી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા સિકયુરીટીની આેફિસમાં મહિલા સિકયુરીટી ઈન્ચાર્જે મોડીરાત્રીના ધસી આવી બઘડાટી બોલાવી ધમાલ મચાવી હતી. મહિલા સિકયુરીટીની બેન 10 દિવસની રજા પર હોય તે અંગે સિકયુરીટી ઈન્ચાર્જે રજા અંગે પુછતા મામલો ઉગ્ર બન્યાે હતો. બનાવના પગલે સિકયુરીટી સંચાલક સહિતનાઆે મામલો દબાવવા મોડીરાત્રીના દોડી ગયા હતા.

સિવિલ હોસ્પિટલમાં કેટલાક સમયથી ચોરી, છેડતી સહિતના બનાવો રોકવા માટે સિકયુરીટીની 24 કલાક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કેટલાક સમયથી સિકયુરીટી એજન્સી વિવાદમાં હોવાની ચર્ચા જાગી છે. સિવિલ હોસ્પિટલમાં નાઈટ સિકયુરીટીના ઈન્ચાર્જનો હવાલો સંભાળનાર તેના બદલે રાખેલ વિવાદાસ્પદ માણસ સંચાલન કરતો હોવાની ચર્ચા જાગી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ ગેંગરેપ થયો હતો. તેમાં પણ સિકયુરીટી ગાર્ડ શંકાના દાયરામાં હોય જે હાલમાં પણ નાઈટ ડયુટીમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે. તેમજ મોડીરાત્રીના થયેલ ડખ્ખામાં નજીકમાં જ પોલીસ ચોકી હોય પોલીસ કર્મચારીઆે પણ અંધારામાં હોય ઉચ્ચ પોલીસ અધિકારીઆેએ આ અંગે તપાસ કરવા અને પગલા લેવા લોકોમાં માંગ ઉઠી છે.

Comments

comments

VOTING POLL