સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવર હોવાની શંકાએ દાખલ થયેલા યુવાનનું મોત

February 12, 2018 at 4:50 pm


Spread the love

વાંકાનેરના નવાપરા ગામના યુવાનને કાેંગો ફિવર થયાની શંકાએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતા યુવાનનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. બનાવ અંગેની વિગત મુજબ વાંકાનેરના નવાપરા ગામે રહેતો રાધેશ્યામ લખીરામ ગાેંડલિયા ઉ.વ.20 નામના યુવાનને ગઈ તા.8ના રોજ રાજકોટ સિવિલના સ્વાઈન ફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ યુવાનને કાેંગો ફિવર થયો હોવાની શંકાએ તબિબોએ તેના લોહીના નમુના લઈ પુના ખાતે લેબોરેટરીમાં પરિક્ષણ કરવા મોકલાવ્યા હતા તે દરમિયાન ગઈ તા.10ના સવારના યુવાનનો રિપોર્ટ કાેંગો ફિવરનો આવે તે પહેલા જ હોસ્પિટલના બિછાને અંતિમશ્વાસ લેતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.