સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સિકયુરિટી ગાર્ડના સુપરવાઈઝરની બઘડાટી

January 19, 2019 at 5:07 pm


હંમેશા વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. પુર્વ સિકયુરીટી ગાર્ડના સુપરવાઈઝરે બઘડાટી બોલાવતા ચકચાર મચી જવા પામી છે. આેપીડી બિલ્ડીગમાં દવા બારી પાસે બિમારીના કેસ વગર બારોબારથી દવા લેવા ગયેલા શખસને દવા દેવાની ના પાડનાર પ્યુનને મારકુટ કરી તોડફોડ કરતા નાસભાગ મચી ગઈ હતી. બનાવના પગલે પ્ર.નગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલની નવી આેપીડી ખાતે આવેલ દવાબારી પાસે ગઈકાલે સાંજે પુર્વ સિકયુરીટી ગાર્ડનો સુપરવાઈઝરે દવા લેવા જતાં દવા બારી પાસે ઉભેલા પ્યુન રાકેશે કેસ વગર દવા દેવાનો ઈન્કાર કરતા મારકુટ કરી તોડફોડ કરતા દેકારો મચી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળાં એકઠા થઈ જતાં સિકયુરીટી ગાર્ડના સુપરવાઈઝર નાસી ગયો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા સિકયુરીટી ગાર્ડનો પુર્વ સુપરવાઈઝર અવારનવાર બારોબારથી દવા લઈ જતો હોય જે દવાની ના પાડતા પ્યુન રાકેશને મારકુટ કરી તોડફોડ કર્યાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL