સિવિલ હોસ્પિટલમાં મહિલાની છેડતી કરનારને જાહેરમાં ધોકાવ્યો

February 11, 2019 at 3:35 pm


રાજકોટ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રોજ હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે. આ સમય દરમ્યાન સરાજાહેર મારામારી સજાર્તા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. બજરંગવાડીની મહિલાની છેડતી કરનાર શખસને જાહેરમાં માર મારતા દ્રષ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં અને મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

આ અંગેની માહિતી મુજબ શહેરના જામનગર રોડ પર આવેલ બજરંગવાડીમાં રહેતી સિંધી મહિલા આજે સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવી હતી તે દરમ્યાન છેલ્લા ત્રણ દિવસથી તેની પાછડ પાછડ ફરતો રૈયા રોડ પર સુભાષ નગરમાં રહેતો શખસ આજે પણ સિવિલ હોસ્પિટલમાં તે પાછડ પાછડ આવ્યો હતો અને આજે શખસે હદ કરી નાખી મહિલાની છેડતી કરી હતી.

છેલ્લા ત્રણ વર્ષથી આ શખસનો ત્રાસ સહન કરતી મહિલાએ આજે ન છુટકે તેના પુત્રને ફોન કરી જાણ કરી હતી.

તે દરમ્યાન સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઈમરજન્સી વોર્ડ સામે હજારો લોકોની અવર જવર વચ્ચે આ છેડતી કરનાર શખસને મહિલા અને તેના પુત્રએ સરાજાહેર ધોકાવી નાખતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને મહિલાની છેડતી કરનાર સુભાષ નગરના શખસને પકડી લઈ મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

Comments

comments

VOTING POLL