સિહોર: ચેકડેમમાં ડૂબી જતા બાળકનું મોત

August 16, 2019 at 2:30 pm


સિહોર શહેરના ગૌતમેશ્વર તળાવ વિસ્તારના ચેકડેમમાં ન્હાવા પડેલ 10 વષ}ય બાળક ડૂબી જતા તેનું મોત નિપજ્યુ હતુ.
ઘટનાની ઉપલબ્ધ વિગતો મુજબ સિહોર શહેરના ગૌતમેશ્વર તળાવ વિસ્તારમાં આવેલ ચેકડેમમાં ન્હાવા પડેલ સ્થાનિક વિસ્તારના બાળકો પૈકી ફૈઝલ ફિરોજભાઇ તરકવાડીયા (ઉં.વ.10) ડેમના પાણીમાં ડૂબી જતા સ્થાનિક યુવાનોએ ફૈઝલની શોધખોળ હાથ ધરી હતી. જો કે શોધખોળના અંતે ફૈઝલનો મૃતદેહ હાથ લાગતા સિહોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અથ£ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં શોક સાથે આઘાતની લાગણી છવાઇ હતી.
હાલ ચોમાસાની સીઝન હોય ઉપરાંત ચાલુ દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યાે છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી અતિ અનિવાર્ય બની છે.

Comments

comments

VOTING POLL