સીઆરપીએફ જવાને કર્યું તુફાની કામ, પત્ની અને ગર્લફ્રેન્ડ બન્ને સાથે કર્યા વિવાહ

May 22, 2019 at 12:14 pm


લોકોને આશ્ચર્યમાં મૂકી દે એવી ઘટના સામે આવી છે. છાતીશ્ગઢના એક જવાને એક જ મંડપમાં પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. કારણ પણ એવું કે વાંચીને તમે પણ થઇ જશો સ્તબ્ધ.. 

છાતીશગઢમાં જશ્પુરના બગડોળ ગ્રામ પંચાયતમાં એક વિચિત્ર લગ્ન જોવા મળ્યા. જેમાં એક સીઆરપીએફ જવાને એક જ મંડપમાં બે-બે લગન કર્યા. એક તેની પત્ની હતી તો બીજી તેની ગર્લફ્રેન્ડ.

સીઆરપીએફ જવાન જશ્પુરના રહેવાસી હતા અને નોકરી વારાણસીમાં કરતા હતા. ચાર વર્ષ પહેલા જ તેમના લગ્ન પોતાના જ ગામની એક મહિલા સાથે થયા હતા. ત્યારબાદ તેઓ આંગણવાડી કાર્યકરના પ્રેમમાં પડ્યા.

આમ જોઈએ તો કાયદા પ્રમાણે આવી રીતે લગ્ન કરવા એ ગેરકાયદેસર કહેવાઈ પરંતુ તેમ છતાં બગડોલ ગ્રામ પંચાયતના સરપંચ લલિત નાગેશે જણાવ્યું કે, – ‘મે મારી જીંદગીમાં પહેલી વાર આવા લગ્ન જોયા છે, જ્યાં એક વ્યક્તિએ એક સાથે બે મહિલાઓ સાથે 7 ફેરા લીધા છે. હોઈ શકે છે કે તે વ્યકિતએ બીજી પત્ની પર તેની ઇચ્છા પૂરી કરવા માટે દબાણ કર્યુ હશે. કારણ કે તેનું પહેલી પત્નીથી બાળક થતું ન હતું. ‘ તેમના લગ્ન પૂર્ણ રીતિ રિવાજથી થયા. ગામ લોકો પણ એવું માને છે કે તેના આંગનવાડી વર્કર સાથે સંબંધો હતા. તેણે બીજા લગ્ન કર્યા છે. ગામલોકોએ એમ પણ જણાવ્યું કે જયારે પણ જવાન રજાઓ પર આવતો ત્યારે વધારે આંગણવાડી કાર્યકર સાથે વધારે રહેતો હતો. જેની પત્નીને પણ જાણ ના હતી. અને બાદમાં આ સીઆરપીએફ જવાને તેની સાથે લગન પણ કરી લીધા.

Comments

comments

VOTING POLL