સીએનજી, પીએનજી, વીજળી મોંઘા થશે

August 31, 2018 at 10:42 am


પેટ્રોલ-ડીઝલના ભાવમાં રેકર્ડબ્રેક ઉંચાઈ રહી છે અને જનતા ત્રાહિમામ છે ત્યારે હવે કુદરતી ગેસના ભાવમાં ભારે વધારો થવાની પુરી શકયતા છે.
આ તંત્ર સાથે જોડાયેલા લોકોએ એવો અણસાર આપી દીધો છે કે કુદરતી ગેસના ભાવમાં ઓકટોબરથી 14 ટકાનો તોતીંગ વધારો થવાનો છે.
કુદરતી ગેસ બાટલો મોંઘો થવાથી સીએનજી અને પીએનજી મોંઘા થશે અને લોકોને મોંઘવારીના આ આકરાં દિવસોમાં વધારે બોજો સહન કરવો પડશે. એટલું જ નહીં બલ્કે વીજળી અને યુરિયાના ઉત્પાદનનો ખર્ચ પણ વધી જવાનો છે. કુદરતી ગેસના મોટાભાગના ઘરેલું ઉત્પાદકો પર બોજો પડવાનો છે. અત્યારે ઘરેલું ઉત્પાદકોને 3.06 ડોલર પ્રતિ એમબીટીયુ ગેસ મળે છે અને તે 3.5 ડોલર થઈ જશે.
જાણકાર સૂત્રોએ એવી માહિતી આપી છે કે આ ભાવ વધારાની જાહેરાત 28 સપ્ટેમ્બરની આસપાસ થઈ જવાની સંભાવના છે. ભારત પોતાના કુલ વપરાશનો 50 ટકા હિસ્સો આયાત કરે છે જેનો ભાવ ઘરેલું ગેસ કરતા ડબલ હોય છે.
વીજળી ઉત્પાદનનો ખર્ચ વધી જવાનો છે ત્યારે આગામી દિવસોમાં વીજળી પણ મોંઘી થવાની છે. યુરિયાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. આમ, ચારેકોરથી જનતા પર મુશ્કેલી વધી રહી છે અને આગામી દિવસોમાં તે વધશે તેવો ભય છે.

Comments

comments

VOTING POLL