સીબીઆઇમાં ગજગ્રાહ અંગે સુપ્રીમમાં આજે સુનાવણી

November 29, 2018 at 10:42 am


લાંચના આરોપસર ફરજિયાત રજા પર મોકલવાના અને સીબીઆઇના ડિરેક્ટરના પદેથી ફરજમુક્ત કરવાના સરકારના નિર્ણયને પડકારતી સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વમાર્ની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આજે થવાની છે.
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)એ વમાર્ સામે કરેલી પ્રાથમિક તપાસના રિપોર્ટ સામે બંધ કવરમાં વમાર્એ આપેલા જવાબ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠ વિચાર કરશે.
સીબીઆઇના કાર્યકારી ડિરેક્ટર એમ. નાગેશ્વરારાવે 23-26મી આૅક્ટોબર વચ્ચે લીધેલા નિર્ણયો વિશેનો બંધ કવરમાં રજૂ કરાયેલ રિપોર્ટ પર પણ ખંડપીઠ વિચાર કરશે.
આ સિવાય કોમન કોઝ નામના એનજીઆે દ્વારા સીબીઆઇ અધિકારીઆે સામેની તપાસ ખાસ તપાસ ટુકડી દ્વારા કરાવવાની માગણી કરતી અરજી પર પણ ખંડપીઠ વિચાર કરશે.
આ અગાઉની સુનાવણી વખતે સીવીસીના રિપોર્ટ સામે વમાર્એ આપેલો જવાબ મીડિયામાં લીક થવા વિશે ખંડપીઠે સખત નારાજગી વ્યક્ત કરતા સીબીઆઇની ઝાટકણી કાઢી હતી.

Comments

comments