સીબીઆઈને ‘ફૂટબોલ’ ન બનાવો

January 10, 2019 at 9:35 am


છેલ્લા ત્રણેક મહિનાથી ચાલતી કાનૂની લડાઈમાં સીબીઆઈ ડિરેકટર આલોક કુમાર વમાર્નો વિજય થયો છે અને સરકારને પછડાટ ખાવી પડી છે. . સુપ્રીમ કોર્ટે વમાર્ને રજા પર ઊતરી જવાની ફરજ પાડવાનો નિર્ણય અન્યાયી ઠેરવી તેમને ફરી હોદ્દાે સાેંપ્યો.છે. અલબત્ત તેઆે કોઈ નીતિવિષયક નિર્ણય નહી લઈ શકે અને માત્ર વહીવટી ફેંસલા જ કરી શકશે. વળી વમાર્ની હોદ્દા પરની બે વર્ષની મુદત 31મી જાન્યુઆરીએ પૂરી થાય છે એટલે તેમના ભાગે વધુ કાંઈ કામ આવશે નહી. જો તેમને રજા પર ઉતારી દેવાના સમયગાળાને ગણતરીમાં ન લેવામાં આવે તો બીજો દોઢથી બે મહિનો વધુ એ સીબીઆઈના ડિરેકટર રહી શકશે.

અરુણ જેટલી જેવા કાયદાના ખાં જેની કેબિનેટમાં હોય એને આ બાબતનો ખ્યાલ ન હોય એ માની ન શકાય. જાણકારોને શંકા છે કે વમાર્ રાફેલ સોદાની તપાસ કરી રહ્યા હતા એની સરકારને ગંધ આવી હતી. પરિણામે આ નાટક થયું. હવે કદાચ વમાર્ હોદ્દા પર પૂરી સત્તા સાથે ચાલુ રહે તોય તેમની પાસે વધુ સમય નહી હોય. તેમનું ભવિષ્ય તેમની પસંદગી કરનાર વડા પ્રધાન, સર્વોચ્ચ ન્યાયમૂતિર્ અને વિપક્ષના નેતાની બનેલી સમિતિ નક્કી કરશે. આ સમિતિમાં વમાર્ની બરતરફી કરવાનો નિર્ણય લેવા લોઢાના ચણા ચાવવા જેવું છે. અહી સરકારે મજબૂત પુરાવા આપવા પડશે અને વમાર્ને પણ પોતાનો પક્ષ રાખવાનો મોકો આપવો પડશે. હવે આ સમિતિની બેઠકમાં વમાર્ સર્વોચ્ચ ન્યાયમૂતિર્ અને વિપક્ષના નેતાની હાજરીમાં રાફેલના વટાણા વેરી નાખે તો સરકારને ભારે પડી શકે.

ભૂતકાળમાં પણ બોફર્સથી લઈને અયોધ્યાના કાવતરાના કેસમાં સીબીઆઈની ભૂમિકા બિલોરી કાચ હેઠળ આવી જ છે. . સીબીઆઈની કામગીરીને લીધે કેટલાય સવાલ ઊભા થયા છે. જૈન હવાલા, ટૂ-જી, કોલસા કૌભાંડ અને અન્ય ઘણા મહÒવના કેસોમાં સીબીઆઈની કામગીરી શંકાસ્પદ રહી છે. અધૂરામાં સીબીઆઈની માહિતી અધિકાર ધારાના દાયરામાં નહી લાવીને પણ મોટી ભૂલ કરાઈ છે. સીબીઆઈને સરકારી પોપટ તરીકે પણ નવજાઇ ચુકી છે. મૂળ વાત એટલી કે હવે સીબીઆઈને સંપૂર્ણ સ્વાયત્ત કરવી જ જોઈએ.

Comments

comments

VOTING POLL