સીરિયા પર હુમલા પછી ટ્રમ્પની મિશન પુરૂ થયાની જાહેરાત

April 15, 2018 at 11:39 am


બ્રિટન અને ફ્રાંસે કથિત કેમિકલ એટેકના જવાબમાં સીરિયાઇ સરકાર સામે 100 મિસાઇલ છોડી છે. હુમલા પછી પહેલી પ્રતિqક્રયામાં ટ્રમ્પે ટિંટ કરીને કહી દીધું કે મિશન પુરું થઇ ગયું. ફ્રાંસ અને બ્રિટન તેમની બુિÙમતા અને શાનદાર સેનાની શિક્તને ધન્યવાદ પણ આપ્યો હતો. ટ્રમ્પના ટિંટ પછી રશિયાએ અમેરિકાને વળતી કાર્યવાહીની ધમકી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી સીરિયાના શાસન સામે સારી રીતે કરાયેલ હુમલાની પ્રસંશા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, શાનદાર! મિશન કંપ્લીટ.
રશિયાના હુમલાને આક્રમકતાવાળી કાર્યવાહી ગણાવીને તેની નિંદા કરી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આપતકાલીન સત્રની બેઠક બોલાવવામાં આવી. રાષ્ટ્રપતિ પુતિને આ હુમલાની ઘણી આલોચના કરતા ચેતવ્યાં કે આના કારણે બધા જ આંતરરાષ્ટ્રીય સંબંધો પર ઘણો પ્રભાવ પડશે. અસદના અન્ય સહયોગી ઇરાને પણ હુમલાની નિંદા કરી. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમનેઇએ કહ્યું છે કે સીરિયા પર અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટનની તરફથી કરાયેલ હુમલો એક ગુનો હતો જેના દ્વારા કંઇ પણ પ્રાપ્ત થશે નહી. ખમનેઇએ અમેરિકાના રાષ્ટ્રપતિ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, અને બ્રિટનના વડાપ્રધાનને ગુનેગાર ગણાવ્યા.

Comments

comments

VOTING POLL