સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’માં આવ્યો નવો વળાંક….

July 16, 2019 at 10:42 am


Spread the love

સ્ટાર પ્લસની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કાર્તિક અને નાયરા (મોહસીન ખાન અને શિવાંગી જોશી) અલગ થયા તેને ઘણો સમય વીતી ગયો છે ત્યારે ચાહકોથી હવે રાહ જોવાતી નથી અને તે ઈચ્છે છે કે નાયરા અને કાર્તિક જલ્દી મળી જાય. પરંતુ નિર્માતા આ જુદાઈના સીનને લંબાવી રહ્યા છે. હાલ સીરીયલમાં કંઇક એવું આવે છે કે નાયરા તેના પુત્ર સાથે ગોવામાં રહે છે, કાર્તિક પણ ત્યાં જાય છે, પરંતુ નિર્માતાએ નાયરા અને કાર્તિકને હજુ સુધી મળાવ્યા નથી. હા, નિર્માતાએ કાર્તિક અને તેનો પુત્ર કારવને મલાવી દીધા છે. પરંતુ કાર્તિકને ખબર નથી કે તે નાયરા અને તેનો પુત્ર છે. પરંતુ હવે એવું લાગે છે કે કાર્તિક અને નાયરા ટૂંક સમયમાં મળશે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માટે નવો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં નાયરા તેમના પુત્ર સાથે ગોવાથી ઉદયપુર પહોંચી ગઈ છે. તે તેના પુત્ર સાથે ઘરમાં પ્રવેશ પણ કરી ચુકી છે. પ્રોમોમાં નાયરા કહી રહી છે કે, અમે અલગ થયા તેને 5 વર્ષ 6 મહિના અને 4 દિવસો થયા છે. પરંતુ હવે નહિ. કાર્તિક હું આવી રહી છું. મને આશા છે કે તમે મને માફ કરશો.

કાર્તિકના દાદીની હાર્ટ સર્જરી કરવામાં આવી છે. ત્યારે કાર્તિકના દાદીની તબિયત ઠીક ના હોવાથી કાર્તિકને વેદિકા સાથે લગ્ન કરવાનું કહે છે. જયારે નાયરા ઉદયપુર પહોંચે છે તે જ સમયે કાર્તિક અને વેદીકાના લગ્ન ચાલી રહ્યા હતા. નિર્માતા બંનેની કેવી રીતે મુલાકાત દેખાડે છે અને કાર્તિક નાયરાને જોઈને કેવું રિએકશન આવે છે તે હવે આવનાર એપિસોડમાં જોવાનું રહેશે.

હાલ તો નાયરા અને કાર્તિકના પુત્રની ભૂમિકા ભજવતો શોર્યની તબિયત ખરાબ હોવાથી તેણે શો છોડી દીધો હતો અને અત્યારે બીજા બાળકને શોમાં લાવવામાં આવ્યો છે. પરંતુ દર્શકોને જુનો જ કારવ જોઈ છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ચાહકો સતત ટ્વિટર પર ટ્વિટ કરી નિર્માતાને વિનંતી કરે છે કે જુના શોર્યને શોમાં પાછો લઇ આવો.