સીરીયલ ‘સંજીવની ૨’ની એન્ટ્રી, ટીઝર થયું રિલીઝ !

July 15, 2019 at 5:42 pm


સુરભી ચંદનાનો આગામી શો ‘સંજીવની’ નું ટીઝર રિલિઝ થયું છે. આ શોમાં મોહનીશ બહેલ, નમિત ખન્ના અને ગુરદીપ કોહલી સુરભી મહત્વની ભૂમિકા ભજવશે. તો તેમની સાથે રોહિત રોય પણ આ શોમાં જોવા મળશે. સૂરભી ચંદનાએ શોના ટીઝરને શેર કરતી વખતે લખ્યું કે, દર્દી મારા માટે બધું જ છે. સંજીવની ટૂંક સમયમાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, આ શો ૧૫ ઑગસ્ટ કે સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ શો સ્ટાર પ્લસ પર હેપ્પી હે જી ના બદલામાં બતાવવામાં આવશે. ટીઝરમાં સંજીવનીનું બેકગ્રાઉન્ડ સંગીત પણ સાંભળવા મળશે. આ શોમાં સુરભી અને નમિતને જોવા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડોકટર દિવસે આ શોનો પ્રથમ લૂક નિર્માતાઓ તરફથી રજૂ કરાયો હતો. જેમાં બધા અભિનેતાઓ ડૉક્ટરના ગણવેશમાં છે. શોના કાસ્ટ અને તેમના પાત્રના નામો પણ પોસ્ટ પર જાહેર કરવામાં આવ્યા છે.
આ ટીવી શો ૧૭ વર્ષ પછી ટીવી પર પાછો આવી રહ્યો છે. ત્યારે દર્શકો દ્વારા ‘સંજીવની ૨’ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

Comments

comments

VOTING POLL