સુંદર કરતાં કદરૂપા કર્મચારી મેળવે છે વધારે પગાર

June 28, 2018 at 4:52 pm


મોટાભાગનાં લોકો એવું માને છે કે વધુ સુંદર વ્યિક્તઆેને વધુ સારો પગાર મળતો હોય છે પણ હકીકત કંઈક જુદી જ છે જે લોકો વધુ કદરુપાં હોય છે તેઆે સુંદર કર્મચારીઆે કરતાં વધુ સારો પગાર મેળવતાં હોય છે તેવું નવા અભ્યાસમાં જણાયું છે. જે લોકો વધુમાં વધુ કદરુપાં હોય છે તેઆે અન્ય સહકર્મચારીઆેની સરખામણીમાં વધુ સારો પગાર મેળવતાં હોય છે.
નવા અભ્યાસનું તારણ છે કે કદરુપી વ્યિક્તઆે તેમના અવનવા અનુભવો અન્યને આેછા જણાવે છે અને તેઆે આેછાબોલાં હોય છે, આથી તેઆે તેમનાં કામકાજ અને તેમની ફરજ પ્રત્યે વધુ વફાદાર હોય છે.
અગાઉનું સંશોધન એવું જણાવતું હતું કે વધુ સુંદર અને દેખાવડા કર્મચારીઆે વધુ પગાર મેળવતા હોય છે, કારણ કે તેઆેમાં આત્મવિશ્વાસ વધુ છે અને તેઆે સામાજિક કાર્યોમાં વધુ કુશળ હોય છે. તેમના માલિકો એવું માનતા હોય છે કે સુંદર કર્મચારીઆે વધુ કાર્યક્ષમ હોય છે તેથી તે વધુ વેતન મેળવવાને લાયક છે.

Comments

comments