સુત્રાપાડામાં મિલકત પચાવી પાડવા ભત્રીજાની કાકાને ધમકી

April 11, 2019 at 12:04 pm


સુત્રાપાડા ખાતે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેના મોટા ભાઇનો દિકરો સહીતનાએ તારી મીલ્કત જતી કરી દે તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ બનાવની સુત્રાપાડા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાનાવડલીની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા આલાભાઇ પુંજાભાઇ ચૌહાણ ઉ.વ.40 ને તેના મોટાભાઇનો દિકરો લાખાભાઇ, પ્રવીણભાઇ તથા તેના ભાભી કડવીબેન અને શારદાબેન રહે.સુત્રાપાડા એ આલાભાઇ ના ઘરે આવી તારી મીલ્કત જતી કરી દે તેમ કહી બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડાનો ધોકો મોઢા ઉપર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ ઉપરોકત તમામ સામે પોલીસમાં નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ 323, 504, 506(2), 114 જી.પી.એ. 135 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. કે.વી.ગૌસ્વામી તથા હે.કો. એચ.એમ.વાળા એ હાથ ધરેલ છે.
બાઇકઙ્ગી ઉઠાંતરી
વેરાવળમાં પ્રકાશ કોમ્પલેક્ષ વિસ્તારમાં શેરી નં. 8 માં રહેતા વિપુલભાઇ તિલાલ ભાવસાર ઉ.વ.48 નું મોટર સાયકલ નં. જી.જે. 11. બી.ઇ. 9132 કી.રૂા. આશરે 30,000 નું ગત તા.02/04/ર019 ના રાત્રીના 11-30 થી તા.03/04/ર019 ના સવારના 8-00 વાગ્યા દરમ્યાન કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ.એસ.આઇ. યુ.એમ.ગોસ્વામી, એમ.એચ.ગોસ્વામીએ તપાસ હાથ ધરેલ છે.

Comments

comments

VOTING POLL