સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ સાહોના ટીઝરે ઇન્ટરનેટ પર મચાવી છે ધૂમ ત્યારે અક્ષય કુમાર આપશે આ ફિલ્મને ટક્કર !!!

June 15, 2019 at 11:22 am


તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે અક્ષયકુમારની સૂર્યવંશી તેમજ સલમાન ખાનની ઇન્શાલ્લાહની ટક્કર ખતમ થઇ ગઈ છે.  લેટેસ્ટ અપડેટ મુજબ હવે બોક્સઓફિસ પર અક્ષયકુમાર અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મની ટક્કર થશે. મળતી માહિતી પ્રમાણે 15 ઓગસ્ટના દિવસે અક્ષયની મિશન મંગલને પ્રભાસની સાહો સાથે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. અક્ષયની આ ફિલ્મમાં વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી અને શરમન જોશી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. પ્રભાસની ફિલ્મ સાહો તામિલ, તેલુગુ તેમજ હિન્દી ફિલ્મમાં એકસાથે રિલીઝ થશે અને એને 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે.

Comments

comments

VOTING POLL