સુપર ડાન્સર ૩ ના સ્ટેજ પર ‘કાંટો સે ખીંચ કે યે આંચલ..’ ગીત પર લાગ્યા ઠુમકા, વહીદા રહેમાનની અદાઓ પર થયા સૌ કોઈ ફિદા

April 17, 2019 at 12:38 pm


હિન્દી સિનેમાની અદાકારો વહીદા રહેમાન અને આશા પારેખ રવિવારે સુપરડાન્સર-3 નાં મંચ પર ગેસ્ટ જજ તરીકે પધાર્યા હતા. શો દરમિયાન તેમને પોતાના યાદગાર કિસ્સાઓની વાતો કરી હતી. ત્યારબાદ શિલ્પા શેટ્ટીની ગુઝારીશ પર ૮૧ વર્ષના વહીદા રહેમાને શિલ્પા શેટ્ટી સાથે ક્લાસિકલ સોન્ગ ‘કાંટો સે ખીંચ કે યે આંચલ..’ પર ડાન્સ કર્યો. શો દરમિયાન શિલ્પા શેટ્ટીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે તે વહીદા રેહમાનને પોતાની ગુરુ માને છે. અને જો તે વહિદા જેવું શીખી જાઈ તો તેનો બેડો પાર થઈ જાય. વહીદા અને શિલ્પાના ડાન્સ બાદ વહીદાએ જણાવ્યું હતું કે તેને આશરે ૨૦-૨૫ વર્ષ પછી ડાન્સ કર્યો. અને તે ખુબ ખુશનસીબ છે કે તેને મંચ પરથી આટલો પ્રેમ અને માન મળ્યું. આ તકે શોમાં બેઠેલા જજ અનુરાગ કશ્યપે પણ જણાવ્યું કે, ત્રણ વર્ષના શો દરમિયાન આજનો શો મારા માટે સૌથી વધુ યાદગાર રેહશે.

Comments

comments