સુભાષનગરની ખાડીમાં બોટ પાર્ક કરવા પ્રશ્ર્ને ત્રણ ઉપર હુમલો

May 18, 2019 at 1:29 pm


પોરબંદર નજીકની સુભાષનગરની ખાડીમાં બોટ પાર્ક કરવા પ્રશ્ર્ને બે શખ્સોએ ત્રણ વ્યક્તિઓને માર મારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરના હજુર પેલેસ સામે જુના માછલીઘર પાસે રહેતા અશોકભાઈ વીંજાભાઈ મોતીવરસે પોતાની બોટ સુભાષનગરની ખાડીમાં ઉભી રાખી હતી. જેમાં આ બોટ તેમણે ભરત ઉર્ફે ઘેલો હરજી પાંજરી અને ભોડુ હરજી પાંજરીના ક્રશર સામે ઉભી રાખી હોવાના મનદુ:ખને કારણે આ બન્ને શખ્સોએ અશોકભાઈ, તેના પુત્ર તથા ગોપાલભાઈ સહિત ત્રણને ગાળો આપી, ઢીકા-પાટુનો માર મારી લોખંડના સળીયા વડે ઈજા પહોંચાડી હતી તેમજ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Comments

comments