સુરજ ઉપર કપડું ઢાંકવાની ચેષ્ટા

April 6, 2018 at 5:31 pm


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના મંત્રાલયે પત્રકારોના મોઢા બંધ કરવા માટે જે પરિપત્ર બહાર પાડéાે હતો તે જોઈને 1974માં રિલીઝ થયેલી કસોટી ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું ‘હમ બોલેગા તો બોલોગે કે બોલતા હે’ગીત યાદ આવી ગયું.જોશી-પાડોશી કાંઈ પણ બોલે, હમ તો કુછ નહી બોલેગા!. હું બધાના બેન્ક એકાઉન્ટમાં 15-15 લાખનું નાણું (કાળામાંથી સફેદ કરીને) જમા કરાવીશ, દેશમાં ઘી-દૂધની નદીઆે વહે એવી સાેંઘવારી લાવીશ, એક રાતી પાઈ પણ આઘીપાછી નહી થવા દઉં, જીએસટીથી લોકો ખુશ થશે, ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં ગુનાખોરી ખતમ થઈ જશે, અમારી સરકાર વિજય માલ્યાઆે,લલિત મોદીઆે અને નિરવ મોદીઆે જેવાને ભારત પાછા લાવશે, અમે દાઉદને મિયાંની મીદડી બનાવી દેશું, અમે બધાને સાથે રાખીને ચાલશું, દેશમાં ક્રાંતિ આવશે, પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેશું, ચીની ડ્રેગનને શાંત કરશુ, દુશ્મન આંખ ઉંચી ન કરી શકે એવી ફડક બેસાડશું, કાશ્મીરમાં ભાઈચારાની ભાવના જગાડશું, લોકોની હાડમારી આેછી કરશુ, સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરશુ..વગેરે વગેરે વગેરે..આ બધા છેલ્લા પાંચેક વર્ષમાં છાપામાં છપાયેલા અને ટીવીમાં સંભળાયેલા ન્યૂઝ છે પરંતુ પત્રકારોના કમનસીબે આ ન્યૂઝ હવે આેચિંતાના ફેક ન્યૂઝ બની ગયા છે.તમે અમારા કહેવાનો મર્મ નથી સમજ્યા, સમાચારોને તોડી મરોડીને રજૂ કર્યા છે તેથી તે ફેક છે અને તમારે ભોગવવુ પડશે.અરે તારી ભલી થાય..સમાચારો અને વચનોને જુમલા તમે ગણો અને ભોગવવાનું અમારે..ં આ તો સુરજ ઉપર કપડું ઢાંકવાની ચેષ્ટા કહેવાય..દરિયાના પાણીને લોટામાં સમાવી લેવાનો પ્રયાસ કહેવાય..બહોત નાઇન્સાફી હે યે!ફેક ન્યૂઝ સંદર્ભે કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ફતવા જેવી પ્રેસનોટ ભલે પાછી ખેંચી લેવામાં આવી હોય પરંતુ પત્રકારોની ચિંતા હજુ આેછી થઇ નથી કારણકે મંત્રાલય હવે ડિજિટલ આેનલાઇન ન્યૂઝ કન્ટેન્ટ ઉપર ફેલાતા ફેક ન્યૂઝ ઉપર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહ્યું છે.ફેક ન્યૂઝના મામલે જારી કરવામાં આવેલા સરક્યુલરને ડસ્ટબીનમાં નાંખીને અંતે સરકારે ડહાપણનું કામ કર્યું છે. સ્મૃતિ ઈરાનીના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ફેક ન્યૂઝ(પાયાવિહોણા સમાચાર) જારી કરનારા પત્રકારોની સરકારી માન્યતા રદ કરવાનો આદેશ એક પરિપત્રમાં આપ્યો હતો અને આ અંગેના સમાચાર મીડિયા જૂથો પાસે પહાેંચતાંની સાથે જ તેના વિરુધ્ધ ઉહાપોહ શરુ થઈ ગયો હતો. પવન અને તેની દિશા જોઈને વડાપ્રધાન કાર્યાલયે મંત્રી સ્મૃતિ ઈરાનીના આ મનઘડંત આદેશનો અમલ થાય તે પહેલાં જ તેને કચરાપેટીમાં નાંખી દઈને શાણપણ દાખવ્યું છે. સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ ફેક ન્યૂઝ એક અનિવાર્ય દુષણ બની ગયું છે પણ તેના કતાર્ અને પ્રસ્તાર અને વિસ્તારમાં પત્રકારોનો ફાળો અને જવાબદારી છે તેમ માનવું હકીકતમાં ગંભીર અપરાધથી વિશે કશું નથી. વાસ્તવ, એ છે કે ફેક ન્યૂઝની સૌથી મોટી ફેક્ટરી રાજકીય પાર્ટીઆે અને તેમના હિતોની રક્ષા કરનારી આઈટી કંપનીઆે ચલાવી રહી છે અને ભારતમાં આ દુષણ છેલ્લાં પાંચેક વર્ષથી ભયંકર હદે વધી ગયું છે. ફેક ન્યૂઝને કારણે દેશમાં અજંપો અને અશાંતિ એટલાં ફેલાય છે કે ઘણી વખત સાવ ખોટી અને નકામી બાબત પર બે સમુદાય બાખડી પડે છે અને બે પાંચ લાશો ઢળી જાય છે. ફેક ન્યૂઝનું ન્યુસન્સ એકલું ભારતમાં નથી અને જ્યારથી સોશિયલ મીડિયાએ ઉપાડો લીધો છે ત્યારથી આ આતંક છવાયેલો રહ્યાે છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ફેક ન્યૂઝનું ભારે જોર રહ્યું હતું અને કહેવાય છે કે રિપિબ્લક ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે છેક રશિયાથી આ રીતે ફેક ન્યૂઝનો આશરો લેવાયો હતો. ભારતમાં પણ વર્તમાન સરકાર સામે જ ફેક ન્યૂઝના અપરાધનો આરોપ કેટલાક લોકો મૂકી રહ્યા છે અને તેના થકી સત્તાને ચિપકી રહેવાનું ચલણ વધી રહ્યું છે. ફેસબુક અને ટંીટરનું નજરાણું ટેક્નોલોજીના વિસ્ફોટ સાથે પેશ થયું તે પછી આંગળિયાત તરીકે આવેલું ફેક ન્યૂઝનું દુષણ હાલમાં તમામને હેરાન કરી રહ્યું છે અને મલેશિયાએ તો હમણાં જ તેની સંસદમાં આ પ્રકારના ન્યૂઝ ફેલાવનાર માટે દસ વર્ષની જેલની સજાની જોગવાઈ કરતો કાયદો બનાવ્યો છે. અલબત્ત, સવાલ એ છે કે ફેક ન્યૂઝ કોને કહેવા અને તે કરનારનું પગેરું કેવી રીતે મેળવવુંં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફેક ન્યૂઝ બાબતે ફક્ત માધ્યમો સાથે જોડાયેલા પ્રાેફેશનલ માણસોની સામે જ આ અપરાધ સબબ દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરી પણ જે લોકો રાજકીય પક્ષોના પીઠ્ઠº અને પગારદાર બનીને સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનો મારો ચલાવી રહ્યા છે તેમનું શુંં હકીકતમાં તો ફેક ન્યૂઝ અંગેની એક ચોક્કસ માર્ગદશિર્કા સરકારે ઘડવી જોઈતી હતી અને આ રીતે ફક્ત મીડિયાકર્મીઆેને જ ટાર્ગેટ કરતી જોગવાઈ ટાળવાની જરુર હતી. સરકાર પોતાની તરફેણમાં હોય તેને ફેક ન્યૂઝ ન ગણે અને પોતાને મુશ્કેલીમાં મૂકે તેવી ઘટનાઆેને ફેક ન્યૂઝ ગણીને પત્રકારને ફિટ કરી દે તે બાબત જ તેના ઈરાદા કેવાં અને કઈ દિશાનાં છે તે સૂચવે છે. નદીના વહેંણને રોકવા દીવાલ બાંધવાનો પ્રયાસ થયો છે.જ્યાં સુધી આેનલાઇન ફેક ન્યૂઝનો સવાલ છે ત્યાં સુધી હજુ આ દિશા માટે કોઈ રુલ્સ કે રેગ્યુલેશન નથી.જે નિયમો છાપા કે ટીવી માટે બનાવાયા છે તે આેનલાઇન માટે લાગુ કરી શકાય નહી.અત્યારે ફેસબુક, ટંીટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ ઉપર નિયંત્રણ લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.સરકારના આ પગલાંને વાણી ઉપર તરાપ ગણવી કે કેમ એ નક્કી કરવાનો સમય આવી ગયો છે.

Comments

comments

VOTING POLL