સુરતની ઘટના બાદ અંતે આરટીઓ પણ જાગ્યું

May 25, 2019 at 4:51 pm


સુરતમા ટયુશન કલાસીસમાં આગ લાગવાની ઘટનાથી સમગ્ર રાયનું વહીવટી તત્રં સફાળું જાગ્યું છે અને જુદા જુદા નિયમોની અમલવારી પગલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેને પગલે હવે આરટીઓ વિભાગ પણ હરકતમાં આવી જતાં રાય રોડ સેફટી ઓથોરિટી દ્રારા ટયુશન–શાળા સંચાલકો દ્રારા વિધાર્થીઓને લઈ જવાતા પ્રવાસમાં બનતી અકસ્માતની ઘટનાઓને અનુસંધાને આદેશ કરવામાં આવ્યો છે. આરટીઓ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા નિયમો

(૧) જે વાહનમાં પ્રવાસ કરવાનો હોય તે વાહનની યાંત્રિક તપાસણી સંબંધિત આરટીઓ કચેરીના મોટર વાહન નિરિક્ષક દ્રારા ફરજિયાત પણે કરાવવી (૨) વાહન સંબંધિત કાગળો જેવા કે, વાહનોનું રજિસ્ટ્રેશન, પરમીટ, પિયુસી, વિમો વગેરે માન્ય (વેલિડ) છે. તથા ડ્રાઈવર અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ અને બેઝ ધરાવે છે તે તપાસણી કરાવવી. (૩) સ્પીડ ગર્વનર, રીફલેકટીવ ટેપ વગેરે અંગેના નિયમોની જોગવાઈનું પાલન થયેલ છેકે નહીં તે ચકાસવું આ તમામ ચકાસણી કરી મોટર વાહન નિરીક્ષકને વાહન, વાહનના દસ્તાવેજ તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ અંગે સંતોષકારક પ્રમાણપત્ર મળ્યું હોય તે સિવાયનું કોઈપણ વાહન પ્રવાસમાં લઈ જઈ શકાશે નહીં વધુમાં બેઠક ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં નહીં આવે રાત્રીના ૧૨ થી સવારે ૬ સુધી પ્રવાસ કરવાનો નહીં. આપે, વાહન માકિલ કબજેદાર, ટ્રાવેલ્સ કંપનીના સંચાલક દ્રારા લેખિત બાંહેધરી આપવાની રહેશે કે, જે ડ્રાયવરો અકસ્માતમાં સંડોવાયેલા હોય તેમને વાહન ચલાવવા દેવામાં નહીં આવે, ડ્રાઈવર દ્રારા વાહન સલામત રીતે અને કાળજી પૂર્વક ચલાવવામાં આવશે.

ઉપરોકત તમામ નિયમોની અમલીકરણ કરવામાં નહીં આવે તો જવાબદારો સામે ગુ.રોડ સેફટી ઓ.એકટ ૨૦૧૮ની કલમ ૧૭ તેમજ કલમ–૨૩ હેઠળ દંડનીય પગલાં ભરવામાં આવશે તેમ યાદીમાં જાણવા મળેલ છે

Comments

comments