સુરતની દુર્ધટનામાં નારી અને ગારિયાધારના બે વિધાર્થીનો ભોગ લેવાયો

May 25, 2019 at 2:53 pm


સુરતમાં ટુશન કલાસમાં લાગેલી વિનાશક આગમાં ભાવનગર પંથકનાં બે વિધાર્થીનો પણ ભોગ લેવાયો છે. ભાવનગરના નારી અને ગારિયાધારનો પટેલ પરિવાર સુરત વસે છે. આ બન્ને પરિવારના બાળકો ઉકત ટુશન કલાસમાં અભ્યાસ કરતા હતા અને ગઇકાલની ઘટના વેળા ત્યાં જ હતા જેમાં આ બન્ને બાળકો પણ કાળનો કોળિયો બની જતા ભારે ગમગીની ફેલાઇ ગઇ છે.
પ્રા વિગત મુજબ ભાવનગર નજીકના નારી ગામના ઇશ્ર્વરભાઇ (દિનેશભાઇ) ખીમજીભાઇ ડોંડા સુરતના મોટાવરાછા સ્થિત સાંઇપુજા રેસીડેન્સીમાં રહે છે. ઇશ્ર્વરભાઇનો પુત્ર રૂદ્ર ધો.૧૨માં અભ્યાસ કરે છે અને ગઇકાલે જે ટુશન કલાસમાં આગ લાગી ત્યાં આ વિધાર્થી ટયુશન લેવા જતો હતો. ગઇકાલે પણ રૂદ્ર ટુશનમાં ગયો હતો પરંતુ ઘરે માત્ર તેમનો મૃતદેહ પરત ફર્યેા હતો. આ બનાવથી તેના પિતા અને ભાઇ આઘાતમાં સરી પડા છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર તળે છે. ડોંડા પરિવારના અન્ય સભ્યોએ ભારે હૃદયે આજે સવારે રૂદ્રના અંતિમ સંસ્કાર કર્યા હતા. જયારે ગારિયાધારના પરેશભાઇ મનજીભાઇ કાત્રોડીયા સુરતના સરથાણા જકાતનાકા પાસે રૂષિકેશ ટાઉનશીપમાં રહે છે. પરેશભાઇનો પુત્ર નિસર્ગ પણ ઉકત ટુશન કલાસમાં ગઇકાલે ટુશનમાં ગયો હતો ત્યારે આગની ઘટના બનતા આ બનાવમાં નિસર્ગનું પણ મૃત્યુ થયું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક નિસર્ગ નારી ગામનો ભાણેજ થાય છે.

Comments

comments

VOTING POLL