સુરત આગ દુર્ઘટનાને લઇ બોલીવુડ સેલીબ્રીટીસે ટવીટ કરી અર્પણ કરી શ્રદ્ધાંજલિ

May 25, 2019 at 6:22 pm


સુરતના સરથાણામાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં બનેલી આગની દુર્ઘટનામાં ૨૩ લોકોના મોત થયા હતા. જે બાબતના શોકમાં બોલીવુડના ઘણા સેલીબ્રીટીઓએ ટવીટ કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમિતાભ બચ્ચન, ઉર્મિલા માતોંડકર, ભૂમિ પેડણેકર, પરેશ રાવલ, રવિ કિશન, જાવેદ અખ્તર, શ્રધ્ધા કપૂર અને ચેતન ભગત એ ટવીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને લખ્યું હતું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે, સુરતમાં બનેલી ઘટના અત્યંત હૃદયદ્રાવક હતી તેમજ આપણે આપણી સિક્યુરિટી અને સેફટીને લઈને ઘણી ચીવટ લેવાની જરૂર છે. તેમજ દુઃખી પરિવારોને અને ઘાયલો ઝડપથી સજા થાય તે માટેની પ્રાર્થના પણ કરી હતી. તો સાથે પરિવારને સહન શક્તિ આપે તે માટેની પણ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ બોલીવુડના સેલીબ્રીટીઓએ આક્રોશ વ્યક્ત કરતા એમ પણ જણાવ્યું હતું કે બેદરકારો સામે મ્યુંનીસીપાલે કડક પગલા લેવાની કાર્યવાહી કરવી જોઈએ.

ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મલ્હાર ઠાકર, આરોહી પટેલ, કિંજલ દવે જેવા કલાકારોએ પણ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ક્રિકેટ જગતનાં ક્રિકેટર્સ યુસુફ પઠાણ, પાર્થિવ પટેલે પણ આ ઘટનાને લઈને તેમની ઉદાસી વ્યક્ત કરી હતી.

Comments

comments

VOTING POLL