સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારની મહિલાઆે દ્વારા 10 દિવસથી પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત

July 18, 2019 at 11:21 am


સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઆે પાલિકા કચેરીએ વહેલી સવારે દોડી આવી હતી. અને પાણી મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી તેમજ હાલ વિસ્તારની તમામ ડંકીઆે પણ ડુકી જતાં પાણી વગર મહિલાઆેની હાલત કફોડી બની છે ત્યારે તંત્ર દ્વારા નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી મહિલાઆેએ માંગ કરી હતી. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીના અંદાજે 150 થી વધુ મકાનોમાં વસતા 600 થી વધુ લોકોને છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઆેએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. જ્યાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે 10 દિવસથી નવી કે જુની એક પણ લાઇનમાં એક ટીપુ પણ પાણી નથી આવ્યું.ઉપરાંત પાલિકા દ્વારા નિયમિત ટેન્કરો પણ ફાળવવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરી યોગ્ય નહી કરાય તો કચેરીમાં ખાલી માટલાઆે સાથે ધરણા કરાશે.

Comments

comments

VOTING POLL