સુરેન્દ્રનગરમાં ચકડોળોની પરવાનગી રદ કરવા અરજી

July 18, 2019 at 11:20 am


સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમા 100થી વધુ મેળાઆેની મૌસમનો પ્રારંભ થયો છે. ત્યારે હાલમાં અમદાવાદના કાંકરીયા રાઇડ દુર્ધટના બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ચકડોળ ચકાસણી મામલો ચકડોળે ચડéાે છે. જેમાં શહેરના જાગૃત નાગરીકે કલેક્ટરને અને પોલીસવડાને લેખીત રજૂઆત કરી દુર્ઘટના અટકાવવા માંગ કરતા ચકચાર ફેલાઇ છે. જિલ્લામાં આંતરરાષ્ટ્રીય તરણેતર મેળો, વઢવાણ જન્માષ્ટમી મેળો સહિત 100 જેટલા નાના મોટા મેળાઆેમાં ચકડોળ આકર્ષણ જમાવે છે. હાલ ખાનગી મેળાઆેનો પ્રારંભ પણ થઇ ગયો છે. આ દરમિયાન અમદાવાદના કાંકરીયામાં રાઇડ તુટી પડતા તમામ રાઇડના લાઇસન્સ કેન્સલ થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શું કાર્યવાહી તે અંગે ચર્ચા ચકડોળે ચડી છે. આ અંગે જાગૃત નાગરીક અશોકભાઇ પારેખે કલેક્ટરને અને પોલીસવડાને લેખીત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા મુંજબ સુરેન્દ્રનગર જિલ્લામાંઆ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે કાર્યવાહીની માંગ કરી છે. જેમાં ફનવર્લ્ડ, ખાનગી મેળા વગેરે માટે રાઇડની મંજૂરી કે પરવાનગી આપી હોય તો રદ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત લોક મેળામાં ચકાસણી બાદ જ મંજૂરીની માંગ કરી છે.

Comments

comments

VOTING POLL