સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ જિલ્લાની તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની ચૂંટણી જાહેર

September 11, 2018 at 12:11 pm


નગરપાલિકાઆે, જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી આગામી તા.7 આેકટોબરના રોજ યોજવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ કરી છે. ગઈકાલે જાહેરાત કરી છે અને ચૂંટણીનું જાહેરનામું આગામી તા.17ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે અને તે સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.
નગરપાલિકાઆેની 12 અને જિલ્લા પંચાયતોની બે બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે પરંતુ આમાં કયાંય સૌરાષ્ટ્ર-કચ્છની કોઈ નગરપાલિકા કે જિલ્લા પંચાયતનો સમાવેશ નથી. જો કે, તાલુકા પંચાયતોની ખાલી પડેલી 44 બેઠકોની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જામવાડી, સોનગઢ, ગુંદા, રાજપરા અને બજરંગપુરાની બેઠકનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લામાં Kટવડ, ધાણલા, આંકડિયા (મોટા), આંકડિયા (નાના), ગાવડકા, જશવંતગઢ, પ્રતાપપુરા અને વડેરાની બેઠકમાં ચૂંટણી થશે.
રાજકોટ જિલ્લામાં પડધરી, અમરાપુર, ઢાંક, ચાંપરાજપુર, જૂનાગઢ જિલ્લામાં કેવદ્રા, અરણિયાળા, ચિરોડા, દાત્રાણા, ગઢાડી, ગુંદાળા, મેંદરડા (2), મેંદરડા (3), નાગલપુર, સમઢિયાળા, પોરબંદર જિલ્લામાં ઈશ્વરિયા અને પસવારી તથા કચ્છ જિલ્લામાં નખત્રાણા અને અંતરજાળ બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે.
તા.17થી ફોર્મ ભરવાનું શરૂ થશે અને તા.7 આેકટોબરના રોજ ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણીની જાહેરાત થતાં ગામડાંના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Comments

comments

VOTING POLL