સુરેન્દ્રનગર જિલ્લામાં હિથયાર તેમજ સભા-સરઘસ બંધી

July 19, 2019 at 11:11 am


સુરેન્દ્ર નગર જિલ્લામાં હાલની પરિસ્થિમતિને ધ્યાકને લઇ કાયદો અને વ્યથવસ્થારની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે. જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.31/7/2019 સુધી નગરપાલિકા વિસ્તા રમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તા રમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેેટની અગાઉથી મંજૂરી મેળવ્યાય સિવાય શસ્ત્રાે, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારિરીક ઇજા પહાેંચાડી શકે તેવા બીજા કોઇપણ સાધનો સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઆે ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી. જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે કે ભંગ કરવામાં મદદગારી કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

આ ઉપરાંત તા.31/7/2019 સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં, સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેની તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્યા્ સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ પ્રતિબંધ લગ્નના વરઘોડા – સ્મ શાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજૂરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહી. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યિક્ત દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Comments

comments

VOTING POLL