સુરેન્દ્રનગર જિલ્લામાં 6 કલાર્કની બદલી કરાઈ

September 12, 2018 at 11:40 am


સુરેન્દ્રનગર કલેકટર દ્વારા જિલ્લાના 6 કલાર્કની બદલીના કરાયા છે. જેમાં પાંચ કર્મચારીઆેએ કરેલ સ્વ વીનંતીને માન્ય રાખી બદલી કરાઇ છે. વહીવટી સરળતા ખાતર બદલી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્રમાં ફરજ બજાવતા 6 કલાર્કની બદલીના આેર્ડરો કલેકટર દ્વારા કરાઇ છે. જેમાં લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા દર્શનાબેન કટારીયાને પ્રાંત કચેરી પાટડી, રીટાબેન ચૌધરીને મામલતદાર કચેરી લખતરથી મામલતદાર કચેરી પાટડી, જે.બી.ભાલયૈને મામલતદાર કચેરી ધ્રાંગધ્રાથી મામલતદાર કચેરી પાટડી, ડી.એન.સોલંકીને મામલતદાર કચેરી પાટડીથી મામલતદાર કચેરી ધ્રાંગધ્રા, એન.એ.ગોહેલને મામલતદાર કચેરી થાનથી કલેકટર કચેરીની હિસાબીશાખામાં, એ.પી.લકુમને પ્રાંત કચેરી ધ્રાંગધ્રાથી પ્રાંત કચેરી વઢવાણ બદલી કરાઇ છે. આ બદલીઆેમાં પાંચ કર્મચારીઆેની સ્વ વિનંતીથી બદલી થઇ છે. જયારે વહીવટી સરળતા ખાતર આ બદલીઆે કરાઇ હોવાનું જણાવાયુ છે. બદલીના આ હંકમોથી ખાલી પડતી જગ્યાના ચાર્જ અંગેની વ્યવસ્થા સબંધીત કચેરીના વડાએ કરવાની હોવાનું પણ બદલીના આેર્ડરોમાં જણાવાયુ છે.

Comments

comments

VOTING POLL