સુરેન્દ્રનગર જિલ્લા હદપારીનો ભંગ કરનારા શખસ સામે ગુનો દાખલ

July 19, 2019 at 11:11 am


Spread the love

વડોદમાં મારામારી કરવાના કેસમાં વર્ષ 2018માં એક શખ્સને બે વર્ષ માટે હદપાર કરાયો હતો. ત્યારે આ શખ્સ કોઇ ધામિર્ક કાર્યક્રમમાં વડોદમાં આવ્યા હોવાની વિગતો સાથે પોલીસને રજૂઆત કરવામાં આવતા પોલીસે આરોપી સામે હદપારી ભંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના વડોદમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે અવારનવાર મારામારીના બનાવો બનતા હતા. આથી વડોદના 40 વષ}ય છગનભાઇ ગોવિંદભાઇ ટમાલીયાને વર્ષ 2018માં નાયબ કલેકટર વઢવાણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે વર્ષ માટે હદપારનો હંકમ કર્યો હતો. આ દરમિયાન તા. 13 એપ્રિલ 2019ના રોજ છગનભાઇ વડોદમાં કોઇ ધામિર્ક કાર્યક્રમમાં હાજર હોવાની જાણ વિનુભાઇ મેરુભાઇ પઢેરીયાને થઇ હતી.
આથી આ કાર્યક્રમનો યુ ટયુબ પર મૂકાયેલ કાર્યક્રમની સીડી સાથે વિનુભાઇએ જોરાવરનગર પોલીસને રજૂઆત કરી હતી. આથી છગનભાઇ ગોવિંદભાઇ ટમાલીયા સામે જોરાવરનગર પોલીસ મથકે હદપારી ભંગનો ગુનો દાખલ કરાયો છે. આ શખ્સને ઝડપી લેવા વધુ તપાસ રણજીતસિંહ ચૌહાણ ચલાવી રહ્યા છે.