સુરેન્દ્રનગર તેજગતિએ જતી કાર ફંગોળાઈઃ બેના મોત, બે ઘાયલ

July 18, 2019 at 11:10 am


વાહનચાલકો ડ્રાઇવિંગ સમયે થોડી ચુક વર્તે તેનો ભોગ પેસેન્જરો બનતા હોય છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગરમાં બન્યાે છે જેમાં ચાલકની ભુલના કારણે બે લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરના લખતર કોઠારીયા પાસે ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા તેજગતિએ જતી કાર પલ્ટી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યિક્તનાં મોત થયા છે. લખતર કોઠારીયા રોડ પર થયેલા અકસ્માતમાં મારુતીની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારનું બોનેટ જમણી બાજુથી ભુક્કાે બોલી હતું
લખતર કોઠારિયા પાસે આજે સવારે એક અલ્ટો કાર પલ્ટી ગઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા જેમાંથી બેનાં મોત થયા હતા જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સી.યુ શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારમાં પુરુષો અને મહિલા પણ સવાર હતા. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે.

Comments

comments

VOTING POLL