સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેના દ્વારા દશેરા નિમિતે શૌર્યયાત્રા

October 9, 2019 at 11:40 am


સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેના દ્વારા વિજયા દશમી નિમિત્તે ભવ્ય શૌર્યયાત્રાનું આયોજન કરાયુ હતું. જેમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત વઢવાણ અને સમગ્ર જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. આ યાત્રા દાળમિલ રોડ પરના શિક્તમાતાજીના મંદિરેથી શરુ થઇ શહેરના મુખ્ય માર્ગો પર ફરતા ઠેરઠેર સ્વાગત કરાયુ હતું. દરબાર બોડંગ ખાતે સમાપન થઇ હતી.
વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર દ્વારા શહેરમાં ભવ્ય શૌર્યયાત્રા યોજાઇ હતી. જેમાં મંગળવારના રોજ દાળમિલ રોડ પર આવેલા શ્રી શિક્ત માતાજીના મંદિરે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર સહિત વિવિધ વિસ્તારો અને તાલુકામાંથી આવેલ ક્ષત્રીય સમાજના લોકોએ શિક્ત માતાજીના આશિવાર્દ લઇ સૌપ્રથમ શસ્ત્રપુજન કર્યુ હતું. ત્યારબાદ શૌર્યયાત્રાનું પ્રસ્થાન કરાતા રાજપૂત સમાજના ભાઇઆે સફેદ શર્ટ અને કેસરીયા સાફા પહેરી જોડાતા જય શિક્તમાના નાદ સાથે મંદિરે યાત્રા પ્રસ્થાન કરાઇ હતી. જ્યારે દરબાર બોડંગ ખાતે યાત્રાનું સમાપન થયું હતું. આ શૌર્યયાત્રામાં કરણી સેનાના પ્રદેશ પ્રમુખ લક્કીરાજસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રદત્તસિંહ ઝાલા, qક્રપાલસિંહ જાડેજા, પૃિથ્વરાજસિંહ પરમાર, અશોકસિંહ પરમાર, હરદેવસિંહ પરમાર, બ્રીજરાજસિંહ ચુડાસમા સહીત આગેવાનો અને ક્ષત્રીય સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Comments

comments