સુષ્મા સ્વરાજ માટે આ વિદેશી યુવતીએ ગાયું ગીત….

August 8, 2019 at 10:19 am


ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધાં હતાં. સુષ્મા સ્વરાજનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે. ટ્વિટર પર સુષ્મા સ્વરાજ એક પોપ્યુલર ચહેરો હતાં. તેઓને ટ્વીટરના મધર ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓની ખૂબી એ હતી કે તે કોઈને પણ મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતાં હતાં. તેનું વ્યક્તિત્વ પણ ખુબ જ પ્રભાવશાળી છે. એવામાં તેમનો એક થ્રોબેક વીડિયો વાઈરલ થયો છે જે તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. 2018માં સુષ્મા સ્વરાજ મધ્ય એશિયાના ત્રણ દેશ કઝાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાનની સફર પર ગયા હતા. તેમાં ઉજ્બેકિસ્તાનમાં સુષ્માની મુલાકાત એક સ્થાનીય મહિલા સાથે થઈ હતી. મહિલાએ સુષ્મા સ્વરાજ માટે એક ખાસ ગીત ગાયું હતું. તે સાંભળીને સુષ્માજી ખુબ જ ખુશ થઇ ગયા હતા. તે સમયે પણ આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. વીડિયોમાં મહિલા ફિલ્મ શ્રી ૪૨૦નું ‘ઈચક દાના બીચક દાના’ સોન્ગ ગાઈ રહી છે. વીડિયોમાં સુષ્મા સ્વરાજ તે મહિલા સાથે ઉભેલા જોવા મળ્યા હતા. રવીશ કુમારે આ વિડીયો શેર કર્યો હતો અને વીડિયો શેર કરતાં રવિશ કુમારે લખ્યું કે, બોલિવૂડની કોઈ સીમા નથી. ઉજ્બેકિસ્તાન એક એવો દેશ છે, જ્યાં ઘરે ઘરે રાજ કપૂર અને નરગિસ ચર્ચિત છે. ફિલ્મ શ્રી ૪૨૦ની વાત કરીએ તો રાજકપૂર અને નરગીસ મુખ્ય ભૂમિકામાં હતા. આ સોન્ગ લતા મંગેશકરે ગાયું હતું. આ બોલિવૂડનું લોકપ્રિય સોન્ગ છે.

Comments

comments