સુહીલ સેઠ સામે ચાર મહિલાઆેનો જાતિય સતામણીનો આરોપ

October 11, 2018 at 10:46 am


મિટુ મુવમેન્ટથી મહિલાઆે પુરુષોના ભાંડા ફોડી રહી છે અને બોલિવૂડનો વધુ એક કલાકાર તેમાં આવી ગયો છે. અભિનેતા અને મોડેલ સુહીલ સેઠ સામે એક સગીરા સહિત 4 મહિલાઆેએ જાતિય શોષણનો આરોપ મુકયો છે.

55 વર્ષના આ સેલિબ્રિટી કન્સલ્ટ અને અભિનેતા સેઠ સામે બે મહિલાઆેએ જાતિય સતામણી ખરાબ રીતે કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયામાં આ મહિલાઆે ત્રાટકી છે.

ફિલ્મ મેકર નતાશા રાઠોડ નામની 27 વર્ષની મહિલાએ તો વોટસએપ પર સ્ક્રીન શોટ મોકલ્યા છે અને સેઠને એ વાતની યાદ અપાવી છે કે, ગુડગાંવમાં એક વર્ષ પહેલાં જાતિય સતામણી કરી હતી.

નતાશાએ ઈન્ડિયન એકસપ્રેસ અખબાર સાથે વાત કરીને આખી ઘટનાનું વિવરણ કર્યું છે અને કઈરીતે પોતાના ઘરે લઈ જઈને સુહીલ સેઠે શોષણ કર્યું હતું તેની રજૂઆત કરી છે.

ઈન્ડિયન એકસપ્રેસ સાથે કામ કરતી મહિલા પત્રકાર મંદાકિની ગેહલોત એવો આરોપ મુકયો છે કે, એક પાર્ટી બાદ સુહીલ સેઠે ધરાર અને હોઠો પર કીસ કરી હતી અને મેં ત્યારે એમને ખખડાવ્યા હતા.

આમ આ રીતે કુલ 4 મહિલાઆેએ સુહીલ સેઠ પર જાતિય સતામણીનો આરોપ મુકયો છે અને તેમાં એક સગીરાનો પણ સમાવેશ થાય છે. હવે આ બધા બનાવોની તપાસ થાય છે કે, નહી તે જોવાનું રહેશે.

Comments

comments

VOTING POLL