સૂર્યપ્રકાશ ન મળે તો વ્યિક્ત બની જાય છે મનોરોગી

August 23, 2018 at 6:34 pm


સૂર્યપ્રકાશ જ્યાં આેછો પડે છે ત્યાંના લોકો આેબસેસિવ કમ્પલઝિવ ડિસઆેર્ડર જેવા મનોરોગનો શિકાર થઈ જાય છે. સૂર્યપ્રકાશનો અભાવ આેસીડી જેવા મનોરોગને આમંત્રણ આપે છે. આેછો સૂર્યપ્રકાશ ધરાવતા હોય તેવા પ્રદેશમાં મનોરોગનું જોખમ વધી જતું હોય છે. વિજ્ઞાનીઆેનાં આવાં તારણને જોતાં વિષવવૃત્તથી 3,500 માઇલને અંતરે આવેલા બ્રિટનમાં વસતાં લોકો પર મનોરોગનું જોખમ સૌથી વધુ કહી શકાય.
પ્રદેશ જેમ જેમ વિષવવૃત્તથી દૂરનાં અંતરે હોય તેમ તેમ આેસીડીનું જોખમ વધતું જાય છે. આવા મનોરોગીનું ધ્યાન જાણે કે એક જગ્યાએ ચાેંટી જાય છે અને પોતાની વર્તણૂક પર તેમનું નિયંત્રણ રહેતું નથી. સૂર્યપ્રકાશ અને મનોરોગ વચ્ચેનું અનુસંધાન જાણી લેવાથી ઉપચારપÙતિ શોધી કાઢવામાં મદદ મળે છે. આેસીડીથી પીડાતા દદ} કહેતા હોય છે કે તેમને Kઘવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. આ મનોરોગ તેમની નિદ્રા સિસ્ટમમાં ભાંગફોડ સજીર્્ દે છે. તેમની Kઘની પેટર્ન બદલાતી રહેતી હોવાથી દિવસ દરમિયાન પથારીમાં Kઘતા રહે છે, તેને કારણે સૂર્યપ્રકાશ ના મળતાં સ્થિતિ વધુ વણસે છે. સંશોધકોએ વિશ્વના વિવિધ દેશોમાં આેસીડીપીડિતની સંખ્યા વિષયે ભૂતકાળમાં થયેલા અભ્યાસના આંકડા અને વિષવવૃત્તથી સંબંધિત દેશનું અંતર કેટલું છે તેની સરખામણી કરીને આ અભ્યાસ કર્યો હતો.

Comments

comments

VOTING POLL