સેક્સી નરગીસ-સંજયદત્તની ફિલ્મ નવેમ્બરમાં રજૂ કરાશે

July 30, 2018 at 7:02 pm


ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ ફાકરી હાલમાં બે ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. જે પૈકી પ્રથમ ફિલ્મ તાેરબાજ છે. જેનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મ બીજી નવેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે કામ કરી રહી છે. જયારે અન્ય એક ફિલ્મમાં તે હોરર રોલ કરી રહી છે. લાંબા બ્રેક બાદ ફરી એકવાર હિન્દી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે બાેલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે નજરે પડનાર છે. ફિલ્મમાં નરગીસ એક એનજીઆે વર્કર આયશાની ભૂમિકા અદા કરનાર છે. અફઘાનિસ્તાનમાં રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મને ગિરીશ મલિક નિદેૅશન કરી રહ્યાા છે. જે પહેલા ગિરીશ વર્ષ 2014માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતાે. એમ કહેવામાં આવી રહ્યાુ છે કે તાેરબાજ પર ગિરીશ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યાા છે. ફિલ્મના સહ નિમાૅતા રાહુલ મિત્રાએ કહ્યાુ છે કે નરગીસ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આના માટે તે લોસ એન્જલસમાં પશ્તાે અને ડારી લૈગ્વેઝ શીખી ચુકી છે. ફિલ્મમાં તે બન્ને ભાષામાં વાત કરતી નજરે પડનાર છે. ફિલ્મને લઇને નરગીસ સાથે થયેલી વાતચીતમાં મિત્રાએ કહ્યાુ હતુ કે અમે બે સપ્તાહ પહેલા ગિરીશના આવાસ પર પહાેંચ્યા હતા. ત્યારે તે અમેરિકામાંથી આવી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે નરગીસ ડાયલોગ ડિલિવરીથી તમામ લોકોને નારાજ કરી દેશે. બિશ્કેકમાં ફિલ્મ માટે શુટિંગ કરાયુ છે.

Comments

comments

VOTING POLL