સેક્સી સની લિયોન કલાક સુધી શો રૂમમાં લોક રહી

August 30, 2018 at 6:33 pm


બાેલિવુડમાં આેછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં લોકપ્રિયતાની ચરમસીમા પર પહાેંચી ગયેલી સ્ટાર અભિનેત્રી સની લિયોન હાલમાં જ એક શોિંપગ મોલમાં એક કલાક સુધી લોક થઇ ગઇ હતી. તે એક ક્લોથિંગ બ્રાન્ડના સ્ટોરને લાેંચ કરવા માટે પહાેંચી હતી. પરંતુ ભારે ભીડ પહાેંચી જતા સની લિયોન અટવાઇ પડી હતી. મોલમાં સની લિયોને એન્ટ્રી કરતાની સાથે જ તેને જોવા અને મળવા માટે લોકોની પડાપડી થઇ હતી. સની લિયોનના પહાેંચવા અને આસપાસના વિસ્તારમાં સમાચાર આગની જેમ ફેલાતાની સાથે જ લોકો ઉમટી પડâા હતા. ચાહકો તેને જોવા માટે પડાપડી કરતા નજરે પડâા હતા. તેની એક ઝલક મેળવી લેવા માટે પડાપડી થઇ હતી. ભીડ એટલી હદ સુધી વધી ગઇ હતી કે સની લિયોનને એક કલાક સુધી મોલમાં લોક રહેવાની ફરજ પડી હતી. ભીડને દુર કરવા માટે સ્ટોરના માલિક અને ડિઝાઇનર રિયાજ ગાંજીએ આખરે સુરક્ષાના ભાગરૂપે સ્ટોરના શટર અંદરથી બંધ કરી દીધા હતા. સ્ટોર બંધ છે તેમ લોકોને લાગે તે માટે સ્ટોરને અંદરથી બંધ કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. શટર બંધ કરતી વેળા સેફ્ટીનુ ધ્યાન રાખવામાં આવ્યુ ન હતુ જેથી શટર પૂર્ણ રીતે લોક થઇ ગયુ હતુ. સની લિયોની સાથે તેના પતિ ડેનિયલ વેબર પણ હતાે. ઇવેન્ટ પૂર્ણન થયા બાદ જ્યારે શટર ખોલવાના પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે શટર ન ખુલતા તકલીફ ઉભી થઇ હતી. મોલના તમામ શટર આેટોમેટિક ખુલે છે અને બંધ થાય છે. ઉતાવળમાં શટર બંધ કરવાના કારણે તેમાં તકલીફ ઉભી થઇ ગઇ હતી. શટર બે બાજુ બંધ થઇ જતા કર્મચારી પણ મુશ્કેલમાં મુકાઇ ગયા હતા. સની લિયોન ગરમી અને અંધારામાં એક કલાક સુધી અટવાયેલી રહી હતી.

Comments

comments

VOTING POLL