સેનાની મિનિ સજીર્કલ સ્ટ્રાઇકઃ કરોડોનાં હથિયાર અને ડ્રગ્સ જપ્ત

November 15, 2018 at 10:54 am


એટલે કે ડાયરેક્ટરેટ આેફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને આર્મીએ મળીને બે અલગ અલગ આેપરેશનને ભારત પાકિસ્તાન સીમા પર મોટુ આેપરેશન પાર પાડéું હતું. જેમાં મોટા પ્રમાણમાં હથિયાર, દારુગોળો અને નશાની એક મોટી ખેપ જપ્ત કરી છે. ડીઆરઆઇને માહિતી મળી કે પાકિસ્તાને મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને હથિયારની ખેપ ભારત પહોચવાની છે, ડીઆરઆઇનાં અધિકારીઆે અનુસાર તેમની ટીમ 15 દિવસ સુધી સેનાની સાથે બંકરોમાં રહી અને આખરે 13 નવેમ્બરની સવારે અખનુર વિસ્તારનાં ગિગરિયાલ ગામ નજીક ડીઆઇઆર અને સેનાને પાકિસ્તાન તરફ હલચલ જોવા મળી હતી. ત્યાર બાદ બંન્નેએ મળીને આતંકવાદીઆેને અટકાવવાનો પ્રયાસ કર્યો તો આતંકવાદીઆેએ સેના અને ડીઆરઆઇ પર ફાયરિ»ગ કરી દીધું.
આત્મરક્ષા માટે સેના અને ડીઆઇઆરે ફાયરિ»ગ કર્યું તો તમામ આતંકવાદીઆે પરત પાકિસ્તાન સીમા તરફ ભાગ્યા તો સેના અને ડીઆઇઆરએ એક સજીર્કલ સ્ટ્રાઇક કરી જેના હેઠળ તે સીમા પર લાગેલ વાડથી એક કિલોમીટર અંદર સુધી ઘુસી ગયા હતા. તે આ વિસ્તાર હતો જે નો મેન્સ જોન કહેવાય છે. સેનાએ પણ જવાબી પાયરિ»ગ કર્યું જેમાં એક આતંકવાદીઆેને ઠાર મારવામાં આવ્યો હતો.
ડીઆરઆઇનાં ડાયરેક્ટર ડીપી દાસના અનુસાર અમારી ટીમને માહિતી મળી હતી કે પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં હેરોઇન અને હથિયારોની ખેપ બોર્ડર પર આવવાની છે. આ માહિતીનાં આધારે આર્મી સાથે કામ કરતા 6 નવેમ્બરે જમ્મુ અને અખનુર વિસ્તારથી આશરે 21 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. સાથે જ 4 પિસ્ટલ 4 મેગઝીન પણ જપ્ત કર્યા છે. જે હેરોઇન જપ્ત કરવામાં આવ્યું તેના પેકેટમાં પાકિસ્તાનનાં લાહોરનું સરનામું લખેલું હતું. પકડાયેલ હેરોઇનની કિંમત આશરે 105 કરોડ છે, જેનો પ્રયોગ નાર્કો ટેરરિÈમ હેઠલ થવાની હતી. ગત્ત ત્રણ મહિનામાં ડીઆરઆઇએ પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીરથી આવેલી આ ત્રીજી ખેપ પકડી છે.

Comments

comments